શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર સી.એન.આઇ.ચર્ચ મંડાળા દ્વારા નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું;
ડેડીયાપાડા અને નેત્રંગ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ થયેલ દર્દીઓને કરાયું ફ્રૂટનું વિતરણ;
એક તરફ કારોના કહેર ની ત્રીજી લહેર અને બીજી તરફ ઉત્સવ..! આ વર્ષે ખ્રિસ્તીબંદુઓ દ્વારા અનેક રંગા રંગ કાર્યક્રમો રદ કરીને સદાય દ્વારા અને અનોખી રીતે નાતાલ ની ઉજવણી કરવામાં આવી રહી છે,
રાજપીપળા : દેડીયાપાડા તાલુકાનાં સી.એન.આઇ. ચર્ચ મંડાળા દ્વારા નાતાલ પર્વ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી, ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પ્રકારની નાતાલની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે દાખલ દર્દીઓને ફૂટનું તેમજ બિસ્કીટનાં પેકેટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી, અને સી.એન.આઈ.ચર્ચ મંડાળાનાં પાળક સાહેબ રેવ.કિશન વસાવા દ્વારા તમામ દર્દીઓની મુલાકાત લઈ જલ્દી સ્વસ્થ થવા અને નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સી.એન.આઈ. ચર્ચ મંડાળાનાં પાળક સાહેબ રેવ.કિશન વસાવા, ફેડ્રીકભાઈ, દિનેશભાઈ, પાચિયાભાઈ, વિપુલભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.