
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સંચાલિત ચર્ચ ગારદા ખાતે નવાવર્ષની અનોખી ઉજવણી:
- Covid-19 ને ધ્યાનમાં રાખતા સરકારની ગાઈડ લાઈન ની ચુસ્તપણે તમામ લોકો દ્વારા પાલન કરાયું :
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આ વર્ષે COVID -19 ને કારણે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા નવાવર્ષ ના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પ્રકાર ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ સી.એન.આઈ.ચર્ચ ગારદા ખાતે નવાવર્ષના પવિત્ર પર્વ નિમિત્તે ખ્રિસ્તી સમુદાયનાં લોકો દ્વારા અનોખી રીતે નવાવર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સંચાલિત ચર્ચ ગારદા ખાતે નવાવર્ષ ના પવિત્ર પર્વ નિમિત્તે ખ્રિસ્તી ધર્મનાં લોકો દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી અને નિયમો અનુસાર ઉજવણી કરાઈ હતી, અને COVID- 19 ને ધ્યાનમાં રાખતા સરકારની ગાઈડ લાઈન ની ચુસ્તપણે તમામ લોકો દ્વારા પાલન કરાયું હતું.
દરેક ધાર્મિક સ્થળો (ચર્ચો) પર વિશેષ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ કરી દેવામાં આવી હતી, અને તમામ ધાર્મિક સ્થળોને સેનેટાઈઝ કરાયા હતા. અને ચર્ચમાં ખાસ કરીને COVID- 19 થી પીડાતા લોકો માટે પ્રાથના કરવાનું આયોજન કરાયું હતું.
દેડીયાપાડા તાલુકાનાં CNI ચર્ચ ગારદા દ્વારા નાતાલ તેમજ નવાવર્ષ ના પવિત્ર પર્વ નિમિત્તે સી.એન.આઈ.ચર્ચ ગારદાનાં પાળક સાહેબ અનિલ પટેલ દ્વારા તેમજ મંડળીના તમામ આગેવાનો, યુવાનો, ભાઈઓ,બહેનો દ્વારા નવાવર્ષ ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.