શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે. વ્યાસના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની યોજાયેલી બેઠક:
રાજપીપલા : નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની બેઠકમાં જિલ્લાના ૬૯ ગામોના કુલ ૬૧૫૦ ઘરોને આવરી લેતી રૂા.૧૩૧૬.૭૦ લાખના ખર્ચની પીવાના પાણીની “ગ્રામીણ પેયજળ યોજના” ને મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યસચિવશ્રી અને વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વિનોદ પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી આર.એ.પટેલ, શિક્ષણ, સિંચાઇ વગેરે વિભાગો સહિતના વાસ્મોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલ યોજનાની વિસ્તૃત સમીક્ષા કરી હતી તથા ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજૂ થયેલા આયોજન મુજબ નિયત સમયાધિમાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની પણ શ્રી વ્યાસે હિમાયત કરી હતી.
આજે યોજાયેલી વાસ્મોની ઉક્ત બેઠકમાં રૂા. ૧૩૧૬.૭૦ લાખના ખર્ચ મંજૂર થયેલી ૬૯ ગામોની “પેય જળ યોજના” માં સાગબારા તાલુકાના ગોનઆંબા, નાના કાકડીઆંબા, કાકડપાડા, પીરમંડાલા, હોલીઆંબલી, ચટવાડા, ખડકુની, નાની પરોઢી, ખોચરપાડા, મકરાણ, ભાદોદ, કુયાલા, કુવડાવાડી, ખડકીમહું, કોડખાડી, ખામપાડા, પાટી, દતવાડા, પીપલાપાની ગરૂડેશ્વર તાલુકાના ધનિયાલા, પંચલા, વણજી, જેતપોર-વઘરાલી, વસંતપુરા, મીઠીવાવ, નસરી, નવાપરા(ગરૂ.), નાની રાવલ, સુરજવડ, ગંભીરપુરા ડેડીયાપાડા તાલુકાના દુથર, સેજપુર, પાનસર, કુંભખાડી, ભૂતબેડા, પીંગલાપાડા, મંછીપાડા, રોહદા, ટીમ્બાપાડા, અલમાવાડી, પાનુડા, પણગામ, ઈંદલાવી, શીશખુંટા, પીપારીપાડા, ખુપર બરસાણ, પીપલા, નવાગામ(પાનુડા), ગોપાલીયા, ટીલીપાડા, ધનોર તિલકવાડા તાલુકાના ડાભીયા, ઈન્દ્રમા, કસુંદર, જેસીંગપુરા, મોરા, નાના વોરા, વઘેલી ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.