
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપલા, મંગળવાર:- નર્મદા જિલ્લામાં તા.૨૮ મી જુલાઇ, ૨૦૨૦ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈપણ તાલુકામાં વરસાદ બિલકુલ નહિ નોંધાયા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષનાં જવાબદાર અધિકારી તરફથી પ્રાપ્ત થયાં છે.
સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૮૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૨૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૯૬ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૫૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની હાલની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૯.૮૬ મીટર, કરજણ ડેમ- ૯૯.૫૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૪૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.