
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા ના ધારાસભ્યએ મુખ્યમંત્રી ને પત્ર લખી યોગ્ય અધિકારીઓ સામે પગલાં લેવા જણાવ્યું;
ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ વિકાસ શીલ તાલુકા હેઠળ કરવામાં આવતા નાણાકીય ફંડ ની જોગવાઇ માટે કરવામાં આવતી આયોજન મિટિંગ અને એજન્ડા ની જાણમાં તેમનો સમાવેશ ન કરાતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો છે.
વર્ષ 2021- 22 માટે વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ ડેડીયાપાડા તેમજ સાગબારા બને તાલુકા મળી કુલ 400 લાખ જોગવાઇ કરવામાં આવેલ છે. આ નાણાંકીય જોગવાઇનું આયોજન જે તે તાલુકા વિસ્તારનાં ધારાસભ્ય ની પરામર્શ માં રહી ને કરવાની હોય છે. જેથી આયોજનમાં કરવામાં આવતા કામોની જરૂરિયાત તેમજ અગ્રીમતા ને ધ્યાને લઇ શકાય. નાણાંકીય જોગવાઈ ની ગાઇડલાઈન મુજબ પાયાની સુવિધા જેવા કે રસ્તા, આરોગ્ય, પાણી, શિક્ષણ , સિંચાઈ વગેરે જેવી બાબતો નું ધ્યાન રાખવાનું હોય છે. પરતું સ્થાનિક ધારાસભ્ય ને આયોજન મિટિંગ અને એજન્ડા ની જાણ કર્યા વગર અધિકારીઓ દ્વારા એજન્સી ઓના ઈશારે બારોબાર આયોજન કરી દેવામાં આવ્યું છે. જેથી સ્થાનિક લોકો સાથે અન્યાય થશે. જેથી આ આયોજન માં સમાવિષ્ટ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ સ્થાનિક પ્રતિનિધિઓની હાજરીમાં આ આયોજન કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ મુખ્યમંત્રી ને પત્ર લખી જણાવી છે.