શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ ગામડાંઓમાં વાંસદા, ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ફ્રૂટકીટનું વિતરણ કરવામાં આવ્યું:
પાછલા ઘણાં દિવસો થી જન પ્રતિનિધિ તરીકે પોતાનો ધર્મ પોતાના વિસ્તારમાં નિભાવી રહ્યાં છે, કોરોના મહામારી વચ્ચે પેમ્પલેટ છપાવી ને ગામો અને ઘરે ઘરે જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં, આખરે લોકોને મળ્યાં બાદ તેઓની માંગણી, મુશ્કેલીઓ પણ સાંભળી આખરે કુટુંબ ચલાવવા માટે સહાય કીટ બનાવી આપવાનું નક્કી કર્યુ હતું.
કોરોના મહામારી પરિસ્થિતિ માં છેલ્લા એક મહિના થી વાંસદા તાલુકામાં સાવધાનીના ભાગરૂપે લગાવાયેલ સ્વૈચ્છિક લોકડાઉન ના પગલે બોર્ડર વિલેજ ના 6 ગામોમાં વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા જરુરીયાત મંદોને અને એકલવાયું જીવન જીવતા લોકોને 500 ફ્રૂટકીટ નું વિતરણ કરવામાં માં આવ્યુ હતું.
વાંસદા વિસ્તારમાં છેલ્લા બે મહિના થી કોરોનાનું સંક્રમણ વધતા સતર્કતા અને સાવચેતીના ભાગરૂપે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં ધંધા-રોજગારી ઠપ થવા પામ્યા છે. ખેત મંજૂરો, વિધવાઓ તેમજ એકલવાયું જીવન જીવનારા વૃધ્ધાઓનુ જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. આવા સમયમાં વાંસદા, ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા લોક જાગૃતિ અભિયાનની સાથે સાથે લોકોને ભોજન માટેની પડતી મુશ્કેલી જોતા બોર્ડર વિલેજ ના 6 ગામોમાં ફુડ પેકેટ વિતરણ કરી ને વાવાઝોડાના વિકટ સમયે વચ્ચે માનવતા મહેકાવતા જોવાં મળ્યાં હતા. જેમાં બોર્ડર વિલેજ ના સ્થાનિક આગેવાનો સાથે મળી ખાંભલા દૂધની ડેરી પર જઈને ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા આંબાપાણી, માનકુનિયા, વાંગણ, ચોરવણી અને નિરપણ જેવાં અંતરીયાળ વિસ્તારમાં ફ્રૂટ કીટનું વિતરણ સ્વહસ્તે કર્યુ હતું. જે કીટમાં જીવન જીવવા માટેની ઉપયોગી એવી તમામ સામગ્રીઓની સહાય કીટ તૈયાર કરવામાં આવી હતી.
વાંસદાના અંતરીયાળ વિસ્તારમાં કોરોના સંક્રમણની સાથે અને સ્વયંમ લોકડાઉન વચ્ચે જીવન નિર્વાહ ચલાવવા માટે ઘણું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આજે જીવન જરૂરી સાધન સામગ્રીઓ વિતરણ કરાઈ હતી, ખાસ એકલવાયું જીવન નિર્વાહ કરતાં અને વિધવા મહિલાઓને ઘણી મુશ્કેલી પડતાં એમની માંગણીઓના સંદર્ભે ફ્રુડકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આજના વિતરણ કાર્યક્રમમાં સહયોગી એવાં ખાંભલા ગામના પ્રકાશભાઈ, મોહનભાઈ, આંબાપાણી ગામના રાજુભાઈ, ધર્મેશભાઈ, માનકુનિયા ગામના પરશુભાઈ, જયંતિભાઈ, ચોરવણી નિરપણ ગામના બાસુભાઈ, વાંગણ ગામના વિજયભાઇ, અમરતભાઈ જોડાયા હતાં.