મારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા કૃષિ ઈજનેરી ન.કૃ.યુ.કેમ્પસમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

દેડીયાપાડા કૃષિ ઈજનેરી ન.કૃ.યુ.કેમ્પસમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ:

સર્જન વસાવા, દેડીયાપાડા : દેડીયાપાડાના કૃષિ ઇજનેરી કેમ્પસમાં આચાર્ય અને ડીનશ્રી ડો.પી.કે.શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ડિપ્લોમા અને ડિગ્રી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.

ડો.એસ.એચ. સેંગર, પ્રાધ્યાપક અને વડા દ્વારા આ વર્ષના થીમ પ્લાસ્ટિક પ્રદૂષણ અને નિયંત્રણના પગલાં પર વ્યાખ્યાન આપવામાં આવેલ હતું. કેમ્પસમાં ડૉ.એસ.એચ.સેંગર અને ઈજ.મેહુલ ડી.પટેલ તેમજ અન્ય સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને દિવસભર વિવિધ પ્રવૃત્તિઓમાં જોયા હતા. જેમાં પોસ્ટર, રંગોળી, સ્લોગન, ક્વિઝ અને શ્રી અંકુર જે. ધીમ્મર દ્વારા ડાઉનલોડ કરાયેલા પ્લાસ્ટિક પ્રદૂષણ પર ખૂબ જ માહિતીપ્રદ વિડિઓઝથી વિદ્યાર્થીઓમાં આ જોખમ વિશે જાગૃતિ લાવવામાં મદદ મળી. તેમજ ઈજ. વિભુતી એ. પટેલ અને ડો.એ.પી.લક્કડ, એન.એસ.એસ ઓફીસર દ્વારા પર્યાવરણ દિવસ પર શપથ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સવારના સત્રનો અંત આચાર્ય અને ડીનશ્રી, ડો.પી.કે.શ્રીવાસ્તવ દ્વારા પર્યાવરણ દિવસની થીમ પર વિદ્યાર્થિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને સાંજે વિદ્યાર્થીઓને કેમ્પસની અંદર અને બહાર પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવા માટે જૂથ બનાવીને કાર્ય પુર્ણ કરવામાં આવેલ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है