શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડામાં મહિલા અભયમની ટીમે એક પરિણીતાનો ઘરસંસાર તૂટતો બચાવ્યો;
રાજપીપલા અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પતિ- પત્નીનું સુખદ સમાધાન થયું!!!
નર્મદા: પતિ પત્નીના ઝઘડામાં કેટલીક વાર બાળકોએ ભોગ બનવું પડતું હોય છે. તેવામાં સરકાર દ્વારા અભયમ હેલ્પલાઇન શરૂ કરીને આવા પરિવારોને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં આવો જ એક પરિવાર વિખેરાતા બચ્યો હતો. જેમાં ડેડીયાપાડા તાલુકા પાસેનાં એક ગામ માંથી એક મહિલા નો 181 અભ્યમ માં કોલ આવેલ અને જણાવેલ કે તેમનાં પતિ નું ગામની પર સ્ત્રી જોડે સબંધ હોવાથી પત્ની ને ઘર માંથી નીકળી જા તેમ જણાવી ત્રાસ આપે છે માટે તેમને સમજાવવા 181 રેસ્ક્યું વાનની મદદ માંગી હતી, ત્યાર બાદ રાજપીપલા અભ્યમ મહિલા હેલ્પલાઈન ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોનું અસરકારક કાઉન્સિલગ કર્યું હતું, ત્યારે જાણવા મળ્યું હતું કે પતિ- પત્નીનાં લવ મેરેજ નાં 4 વર્ષ થયા હતા અને એક વર્ષનો એક છોકરો અને અઢી વર્ષની છોકરી છે, પતિ અઢી વર્ષથી ગામમાં નર્સિંગ કરતી એક છોકરી જોડે અફેર છે તેમજ સમાજ પંચ ભેગા કરી બે વાર સમાધાન કરાવ્યું, પરતું સુધરતાં ન હતા, જ્યારે આજે રાત્રે તે છોકરી જોડે મોબાઇલ માં વાતચીત કરતાં પકડાયા હતા માટે પત્નીએ ગુસ્સામાં આવી મોબાઈલ તોડી નાખ્યો હતો, માટે પત્નીનું ગળું દબાવી રહ્યા અને મોબાઇલ કેમ તોડયો ઘર માંથી નીકળી જા તેમ જણાવી ત્રાસ આપે છે મારા બે છોકરા છે આગળ પાછળ કોઈ સગા વહાલું નથી માટે 181 ટીમને બોલાવી અભ્યમ મહિલા હેલ્પલાઈન ટીમ પોહચી કાઉન્સિલગ કરી પતિ-પત્નિને સમજાવ્યાં અને પતિ સુધારવા જણાવતા કે આજ પછી પર સ્ત્રી જોડે કોઈ પણ વાતચીત નાં થાય તે ભૂલ સ્વીકારી કબૂલાત કરી સમાધાન કરી લખાણ કરાવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા