
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા ફટાકડા એસોસિએશન દ્વારા મામલદાર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું;
દેડીયાપાડા બજારમાં ગેર કાયદેસર રીતે ફટાકડા નો વેપાર કરતાં વેપારીઓ નો રાફડો ફાટ્યો;
દેડીયાપાડા ગ્રામ પંચાયત ના કમ્પાઉન્ડ માં ૩૨ દુકાન ધારકો ફટાકડા નું હંગામી લાયન્સ કઢાવી અને ગ્રામ પંચાયત ના ભાડા સહિત નો ખર્ચ કરી અને ફટાકડા નો કાયદેસર વેચાણ કરે છે જેની સામે ડેડિયાપાડા ના અલગ અલગ વિસ્તાર જેવા કે મોઝદા રોડ, ચાર રસ્તા, લીમડા ચોક જેવા ગીચ વસ્તી ધરાવતા બજાર માં ગેર કાયદેસર રીતે એટલે લાયસન્સ વિના વેપાર કરતા વેપારીઓ નો રાફડો ફાટ્યો છે. જેના કારણે લાયસન્સ ધારકો ને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે એમ છે અને મંદી નો માહોલ જોવા મળ્યો છે. જે અનુસંધાને મામલદાર કચેરી ખાતે ફટાકડા એસોસિએશન ના વેપારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવા માં આવ્યું છે હવે જોવું રહ્યું કે મામલતદાર શ્રી દ્વારા આગળ શું કાર્યવાહી વેપારીઓ ના હિતમાં કરવા માં આવે છે .