
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડામાં પ્રવેશ નગરની સુંદરતા બગડતા ભંગાણ થયેલ રોડ પર રોજ લોકો ખાડાઓ મા પડે છે, છતાંય તંત્ર નાં પેટ નું પાણી નથી હાલતું; પંથકમાં પહેલા વરસાદે તંત્રની પ્રી-મોન્સુન કામગીરી ની પોલ ખોલી નાખી! એક વખત નજર પડતાં વેલકમ ગેટ પર ભારતભરના દરેક રાજ્યનાં નકશા બનવવામાં આવ્યા હોય તંત્ર દ્વારા તેવું ભાસી રહ્યું છે, પરંતુ નજર ઠરતા ખબર પડે છે કે આતો રસ્તા પરના મોટા મોટા ખાડા છે!
દેડીયાપાડા ખાતે જે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની ઓફિસ કાર્યરત છે , તે કચેરીનાં અધીકારીઓ અને કર્મચારી બાબુઓ રોડ પરથી રોજ આવે જાય છે, ત્યાં થી દેડીયાપાડા યાહા મોગી સર્કલ થી બજાર તેમજ સરકારી તમામ ઓફિસો તરફ પ્રવેશ કરતા પહેલા નો રોડ ખુબજ બિસ્માર હાલતમાં થઈ ચૂક્યો છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવતા નથી, એમ તો તંત્ર ખૂબ મોટી મોટી વાતો કરે છે, કે અમે રોડ રસ્તાઓ સારા બનાવીએ છે, તેવી જાહેરાતો કરે છે,પરંતુ દેડીયાપાડા નાં તમામ રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં છે, તેમજ ખુબજ ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે રસ્તાઓ પહેલા વરસાદ માંજ ધોવાય જાય છે, જેથી જિલ્લા પંચાયતના તંત્રએ તાત્કાલિક આ રસ્તાઓ બનાવવાની લોકો એ માંગ કરી છે.