શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
– ભુતબેડા થી મંડાળા વચ્ચે નો જર્જરીત રસ્તો 15 વર્ષો બાદ બનતા ગ્રામજનો ની હલ્કી ગુણવત્તા નો મટિરિયલ વપરાતો હોવાની ફરિયાદ:
– ગ્રામજનો માર્ગ ઉપર ઉતરી આવ્યા રસ્તા નુ કામ બંધ કરાવ્યું:
નર્મદા જીલ્લા મા વિકાસ ના મુળભુત જરુરીયાત ના કામો મા પણ મોટા પ્રમાણ મા ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવા ની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે, જીલ્લા મા અધિકારીઓ ,રાજકીય આગેવાનો ની સાંઠગાંઠ થી વિકાસ ના કામો મા તકલાદી કામકાજ થતો હોવાની ફરિયાદો લોકો ઉઠાવતા હોય છે ત્યારે નર્મદા જીલ્લા ના અતિ પછાત એવા દેડિયાપાડા તાલુકા ના ભુતબેડા થી મંડાળા વચ્ચે નો જર્જરીત રસ્તો બનાવવા ની કામગીરી શરુ થતા રસ્તા ના કામમા તકલાદી મટિરિયલ વપરાતો હોવાની ફરિયાદ સાથે ગ્રામ જનો એ રસતા નુ કામ બંધ કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના ભુતબેડા થી મંડાળા વચ્ચે નો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો સહિત રાહદારીઓ ને અવરજવર કરવા ભારે તકલીફ ઉઠાવવી પડતી, જેથી પંચાયત દ્વારા રસ્તો મંજૂર કરી ને કોન્ટ્રાકટર ને કામગીરી સોંપવામાં આવી હતી, કોન્ટ્રાકટર દ્વારા રસ્તા ના કામમા જે મટિરિયલ વપરાતો તે હલ્કી ગુણવત્તા નો મટિરિયલ હોવાનો ગ્રામજનો એ આરોપ લગાવ્યો છે. આજરોજ ભુતબેડા , ખાંભ અને ગારદા ના લોકો એ એકત્રિત થઇને કોન્ટ્રાકટર નુ કામ બંધ કરાવ્યું હતું. લોકો આ તકલાદી કામકાજ નો ભારે વિરોધ કરી રહ્યા છે , નીતિનિયમો ને અભરાઈએ ચઢાવી ને કોન્ટ્રાકટર કામકાજ કરતા હોવાની વાતો વિસ્તારમાં વહેતી થઈ છે.આ રસ્તો 15 વર્ષો બાદ બનતો હોય ને તેમાં મેટલ પાથરી પાણી છાંટયા વિના જ વેઠ ઉતારાતી હોય લોકો ભારે વિરોધ કરી રહ્યા છે.
આ રસ્તો તકલાદી મટિરિયલ વાપરીને બનાવવામા આવી રહેલ છે જે બાબત ને ગારદા ના બિપીનભાઇ વસાવા નામનાં યુવાને ખુબજ ગંભીર બાબત ગણાવી હતીં અને જણાવ્યું હતું કે તકલાદી થતુ હોય અમે કામગીરી બંધ કરાવી છે ચોમાસા મા પાણી આવતા આ રસતાઓ તુટી જશે સરકાર ના નાણાં નો વેડફાટ થસે , કોન્ટ્રાકટરો ઉપર અધિકારીઓ કોઈ પ્રકાર ની દેખરેખ સજા રાખતાં નથી જેથી ભ્રષ્ટાચાર ને વેગ મળે છે, રસ્તા ના કામ મા યોગ્ય રીતે મેટલીંગ ન થતુ હોવાનું યુવાને જણાવ્યું હતું.