શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે શોર્ટસર્કિટના કારણે કાચા ઘરમાં અચાનક આગ લાગી:
નર્મદા : દેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે થોડી વાર પહેલા શોર્ટસર્કિટના કારણે કાચા ઘરમાં અચાનક આગ લાગવા પામી હતી, નજર સામે આખું ઘર ખાક કોઈપણ જાનહાની થવા પામી નથી, જેમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થયેલ છે, દેડીયાપાડા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે. તંત્રને વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆતો કરવા તેમજ તાલુકામાં અગ્નિશામકના સાધનોના અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કાચા ઘર હોવાના કારણે આગ લગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. થોડા સમય અગાઉ જ આ જ વિસ્તારમાં વાડવા ગામે પણ આવી જ દુર્ઘટના જોવા મળી હતી, તેમાં એક દુકાન સહીત ઘર વપરાશનું સામાન બળીને ખાખ થઇ ગયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મુલ્કાપાડા ગામના વસાવા પાંચિયાભાઈ કરમાભાઈ જેમના ઘરમાં સાંજે અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ઘર વપરાશના સાધનો તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ સહિત ખાવા-પીવાની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. હાલ જ રોકડિયા પાકો ખેતરમાંથી ઘરે લાવી ઘરમાં સંગ્રહ કર્યા હતો, તે પણ બળીને ખાખ થઇ ગયું છે. પરિવારો અગ્નિ શામક તંત્રની રાહ જોઈ બેઠા છે! કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા મુશ્કિલ પડી રહી છે, અને લોકોનું કહેવું છે કે તંત્ર વહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઇ યોગ્ય વળતર આપે, સાથે જ દેડીયાપાડા ગ્રામ્ય વિસ્તારનાં ફાયરસેફ્ટીની સુવિધા તાત્કાલીક તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે એવું સ્થાનિકનું કહેવું છે.