શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા પોલીસે દેડિયાપાડા ચાર રસ્તા હાઈવે પરથી ૧૫ ભેંસો ખીચા ખીચ ભરેલી ટ્રક પકડી પાડી છે ભેંસો અને ટ્રક સહિત આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સેલંબાના બે આરોપીઓની ડેડીયાપાડા પોલીસે અટકાયત કરી છે.
નર્મદા જિલ્લા દેડિયાપાડાના ચાર રસ્તા પરના હાઈવે રોડ પરથી દેડિયાપાડા પોલીસે એક ટ્રકમા ઠાંસી ઠાંસીને ખીચોખીચ ભરેલી ૧૫ ભેંસોને પકડી પાડી હતી અને સેલંબાના બે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે અને ભેંસો અને ટૃક સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે દેડિયાપાડા પોલીસે છેલ્લા ત્રણ દિવસથી લગાતાર છ ટૃકો ભેંસો ભરેલી પકડી પાડી છે ભરૂચ થી મહારાષ્ટ્ર રાજ્યમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા અસામાજિક તત્વોને પકડી પાડયા છે.
દેડીયાપાડા તા. ૨૦/૧૦/૨૦૨૦ ના રોજ ૧. ૩૦ વાગ્યા સુમારે દેડિયાપાડા ચાર રસ્તાના હાઈવે પરથી દેડિયાપાડા પોલીસે આરોપી નદીમભાઈ ઉફૅ તસ્લીમ ભાઈ ગફારભાઈ મણીયાર રહે. સેલંબા જમાદાર ફળિયું તા. સાગબારા જિ. નર્મદાએ પોતાની માલિકીની ટૃક નંબર જી. જે. વાય. ૮૯૨૮ માં ૧૫ મોટી ભેંસો ભરી ભેંસો માટે ઘાસચાર અને પાણીની વ્યવસ્થા નહિ કરી અને ટ્રકમા ભેંસોને દોરડાં વડે ચુસ્ત બાંધી હવા ઉજાસ ના મળે તે રીતે ટ્રકમા તાડપત્રી બાંધી આરોપી ટ્રક માલિક બિસ્મિલ્લા વહીદખાન પઠાણ રહે. સેલંબા જમાદાર ફળિયું તા. સાગબારા જિ. નમૅદાને ટ્રકસાથે પશુઓની હેરાફેરી કરતા ટ્રાન્સપોર્ટ આર. ટી. ઓ. ના પાસ પરમીટ વગરની ૧૫ ભેંસો ભરી આવી ટ્રકની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/ ૧૫ ભેંસોની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/ મળી કુલ કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦/ આઠ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કર્યો, તે બાબતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અ. હે. કો. કચનભાઈ ખાલપાભાઈ ની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ પશુ ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.