શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાનાં દેડિયાપાડામાં ગટર લાઈનની ટેંક માં ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુના સમાચાર થી પંથક માં શોકની કલીમા,
દેડિયાપાડામાં તારીખ 1માર્ચની રાતે તાલુકા પંચાયત નજીક માર્ગ પરની ૧૦ ફીટ ઉંડી ગટર લાઈનની ટેંકમાં રોહિતભાઈ દાદુભાઈ વસાવા ગટરનાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમને બચાવવા એક પછી એક ત્રણ વ્યકિત ગટરમાં ઉતરતાં તમામ બેહોશ થઇ ગયા હતા, આ તમામને બહાર કાઢી હોસ્પિટલ માં બે વ્યકિતને મૃત જાહેર કરાઇ હતી. જયારે બીજી વ્યકિતનું વધુ સારવાર માટે વડોદરા લઇ જતાં રોહિતભાઇ માર્ગમાં ભીલાપુર પાસે મૃત્યુ નીપજયું હતું. બનાવને લઇ સમગ્ર દેડિયાપાડા શોકમગ્ન બન્યું હતું. અને તેના વિરોધમાં આજે જડબેસલાખ બંધ પાળ્યો હતો. લોકો મૃતકોના પરિવાર સાથે ન્યાય ની માંગ કરી રહ્યા છે,
એક વ્યકિતનો પગ લપસતાં ૧૦ ફૂટની ટેંકમાં ગરકાવ: તેને બચાવવા જતાં બીજા ત્રણ બેહોશ થઇ જવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ઢાંકણ ખોલવા ગયેલા ગટર માંનાં ઝેરી ગેસથી મૃત્યુ પામેલી ત્રણ વ્યક્તિઓ..આશા સ્પદ યુવાનોના મરણ થી પંથકમાં છવાયો માતમ:
રોહિતભાઇ ને કોઇ ઝેરી ગેસની અસરના કારણે અથવા ગટરનાં પાણીમાં ડુબી જવાથી બેભાન થઇ ગયા હતા તેઓને બહાર કાઢવા માટે સાથેના સોમાભાઇ નાનજીભાઈ ગટરની ટેંકની અંદર ઉતરતાં તેઓ પણ બેભાન થઈ ટેંક ની અંદર પડી ગયેલા અને તેઓને બહાર કાઢવા ધર્મેશભાઇ સંજયભાઇ વસાવા ટેંકમાં ઉતરતાં તેઓ પણ ગટરની ટેંકમાં બેભાન થઇ ગયા તેઓને બચાવા જીગ્નેશભાઇ સંજયભાઇ વસાવા અંદર કુંડીમાં ઉતરતા ત્યારે આવી ગયેલા લોકએ ગટર ની ટેંકમાં પડી ગયેલા બેભાન થઇ ગયેલા યુવકોને બહાર કાઢયા હતા. તે પૈકી ધર્મેશભાઈ સંજયભાઇ વસાવા ઉંમર વર્ષ ૨૭, રહે. દેડિયાપાડા પોસ્ટ ઓફિસ પાસે જિ. નર્મદા નાઓ બીજા રોહિતભાઇ દાદુભાઇ વસાવા ઉમર વર્ષ ૨૫, રેહ. નવીનગરી તા.દેડિયાપાડા જિ. નર્મદા નાઓને દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતાં. સોમાભાઈ નાનજીભાઇ વસાવા. ઉંમર વર્ષ ૪૮, રેહ, દેડિયાપાડા બંગલા ફળિયા દેડિયાપાડા જિ. નર્મદા ને વધુ સારવાર માટે વડોદરા ખસેડતાં રસ્તામાં ડભોઇ નજીક ભીલાપુર ગામ પાસે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આમ ત્રણ વ્યકિતઓનું આ ઘટનામાં મોત નીપજયું હતું. ગટર ની ટેંકમાં સૌથી છેલ્લે ઉતરેલા જિજ્ઞેશભાઇ સંજયભાઇ વસાવા બચી ગયા હતા. એક સાથે ત્રણ વ્યકિતનું મોત થતાં દેડિયાપાડા માં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ બાબતે દેડિયાપાડા પોલીસમાં મનિષભાઇ રાજેશભાઇ વસાવા એ ફરીયાદ નોંધાવી હતી. હજુ સુધી તંત્ર અને સરકાર દ્વારા કોઈ ઘોષણા કરાઈ નથી અને વધુ તપાસ હાથ ધરાશે કે પછી સમગ્ર ઘટના સમેટાય જશે તે જોવું રહ્યું.