શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઝાંખ ગામે દીપડાએ વધુ એક વાછરડીનું કર્યું મારણ, ગામના લોકોમાં ભયનો માહોલ :
ડેડિયાપાડાનાં ઝાંખ ગામે દીપડાએ વધુ એક ૩ વર્ષની વાછરડીનું મારણ કર્યું છે. ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં કેટલાક સમયથી દીપડાએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે તાજેતરમાં ડેડીયાપાડાના ઝાંખ ગામે દીપડાએ પશુઓનું મારણ કર્યું હોવાનું જાણ થતાં ગ્રામજનોમાં ભારે ફાફડાટ ફેલાયો છે.
ડેડીયાપાડાના ઝાંખ ગામના તુમડા ફળિયાના પશુપાલક શૈલેષભાઈ ગંભીરભાઈ વસાવા ની ૩ વર્ષની વાછરડીને રાત્રીના અંદાજિત ૩ વાગ્યા ની આસપાસ દીપડાએ મારણ કર્યું હતું, અંદાજિત ૧ થી ૨ વાગ્યાની આસપાસ દીપડાએ કૂતરાઓ ભસતા હોવાથી કૂતરા પર હુમલો કર્યો હતો, અને કૂતરાને પણ ગાળાના ભાગે ઘાયલ કર્યો હતો, તેમજ ત્યારબાદ ૩ વાગ્યાની આસપાસ ફરી દીપડાએ વાછરડી પર હુમલો કર્યો હતો અને વાછરડાનું મારણ કર્યું હતું , જેને લઈને દીપડા નાં આતંક થી ઝાંખ ગામ ના પશુપાલકો માં ભારે ભય નો માહોલ ફેલાયો છે.
આ ઘટના બાદ ઝાંક ગામના પશુપાલક શૈલેષભાઈ ગંભીરભાઈ વસાવા એ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ડેડીયાપાડા સાગબારાના અંતરિયાળ ગામડાઓમાં દીપડાઓના સમૂહને કારણે ગ્રામજનો માં ભય ફેલાયો છે, બાળકો અંતરિયાળ ગામડાઓમાં ચાલતા શાળાએ જતા હોય ખેડૂતો ખેતી કામે જતા હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વહેલી તકે દીપડાને પકડવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા