
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું;
ખોખરાઉમર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું;
ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ખાતે આવેલા મેદાન માં ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપલીયા ઝોન, મોઝદા ઝોન, અલમાવાડી ઝોન, દેડીયાપાડા ઝોન , કેવડી ઝોન એમ કુલ પાંચ જેટલી ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ગોપલિયા ઝોનની ટીમે ડેડીયાપાડા ઝોનને હરાવી ટ્રોફી જીતી લીધી હતી. ગોપાલિયા ઝોનના કૅપ્ટન શિવનાથસિંહ ને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે કમલેશ પટેલ ને મેંન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.