મારું ગામ મારાં ન્યુઝ

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે રાત્રી સભા યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે રાત્રી સભા યોજાઈ:

 વ્યારા: તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર સહિત તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી. જેમાં સાકરદા, કટાસવાણ, ભડભૂંજા, સેલુડ, ધજ, ઝરણપાડા ગામના લોકો ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે કલેકટરશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપતા તેમણે સ્વચ્છતા અભિયાન, જલ એ જ જીવન મીશન યોજના જેવા વિવિધ વિષયો અંગે લોકો સાથે સીધો સંવાદ કરી તાપી જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણ સહિતની બાબતો અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ડી.ડી.કાપડિયાએ સ્વચ્છતા, વેક્સિનેશન,મનરેગા, મહિલા ઉત્કર્ષ યોજના, નાણાપંચને ગ્રાંટના વિકાસ કામો બાબતે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. તમામ અધિકારીઓએ પોતાના વિભાગની યોજનાકિય કામગીરીની જાણકારી આપી હતી. હેપિનેસ બુકના વિતરણ તથા ૫૫ હજાર જેટલા માસ્કનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગામોના સરપંચોએ કેટલીક ખુટતી કડીઓ અંગે રજુઆત કરતા કલેકટરશ્રીએ સંઅંધિત અધિકારીઓને તાત્કાલિક યોગ્ય કરવા સુચના આપી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારશ્રીની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા શુભ આશયથી આ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં પ્રત્યેક તાલુકામાં એક અઠવાડિયામાં એક ગામમાં દર બુધવારે રાત્રીસભા યોજાશે. જેમાં સરકારી વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઉપસ્થિમત રહી પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાનો સરાહનિય પ્રયાસ કરવામાં આવશે.
આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામા, પ્રાયોજના વહીવટ અધિકારી વિજય પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ, કા.પા.ઇ(પંચાયત)શ્રી બારોટ, ડી.જી.વી.સી.એલ કા.પા.ઇશ્રી ચૌધરી, સાકરદા સરપંચ ટીનુબેન, ભડભુંજા સરપંચ નરેશભાઇ, કટાસવણ સરપંચ શિતલબેન, ઉચ્છલ તાલુકા પ્રમુખ યાકુબભાઇ, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત તથા અન્ય અધિકારી/કર્મચારીઓ સહિત ગ્રામજનો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है