શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નિઝર હિતેશભાઈ નાઈક
તાપી ખડકલા ગામની એક મહિલા ખેતરે જાવ છું કહી પાછા ન ફરતા ગુમ થયાની પોલીસ ફરીયાદ નોધાઇ:
છેવાડાના તાલુકા નિઝર ના રૂમકિતલાવ, તાપી ખડકલા ગામની પરણિત મહિલા ખેતરે કામ કરવા માટે જાવ છું તેવુ કહી ઘરેથી ગયા હતાં અને તેઓ પરત ઘરે નહિ ફરતા ક્યાંક અગમ્ય કારણોસર જતી રહેતા જેની શોધખોળ કરતા મળી ન આવતા આજરોજ નિઝર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.
નિઝર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો મુજબ, નિઝર તાલુકાના રૂમકિતલાવ ના તાપી ખડકલા ગામ ઓફિસ ફળિયાના રહેવાસી એવા ગુમ થનાર મહિલા અમિતાબેન વિલાશભાઇ પાડવી જેઓ પોતાના રહેણાંક ઘરેથી ગત તારીખ 12 જુલાઇના રોજ ખેતરે કામ કરવા માટે જાઉં છું તેવુ કહી ઘરેથી જતા રહ્યા હતા, જે આજદિન સુધી પરત આવ્યા નથી. તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરતા મળી આવ્યા ન હતા જેથી આજરોજ ગુમ થનારના પતિ વિલાશભાઇ ઉદેસિંગભાઇ પાડવીએ ગુમ જાણવા જોગ નિઝર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. વધુમાં ગુમ થનાર બેનએ ગુલાબી કલરની સાડી તથા પગમાં ચમ્પલ પહેરેલ છે. જે શરીરે મધ્યમ બાંધાની ઘઉં વર્ણની મોઢુ લમ્બગોળ છે. તેણીએ ગળામાં મગળસુત્ર પહેરેલ છે. જે આદિવાસી તથા ગુજરાતી ભાષા બોલી જાણે છે. નિઝર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.