શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ઉમરપાડા, રઘુવીર વસાવા
તંત્રનાં ભ્રષ્ટાચાર ને વરસાદે ખુલ્લો પાડ્યાનો આક્ષેપ સાથે કોંગ્રેસનું રાજ્ય ભરમાં રસ્તા ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ:
સુરત: ઉમરપાડામાં અનેક ગામોના રસ્તા પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી ખાડા મહોત્સવ ઉજવી કોંગ્રેસનો વિરોધ
ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં સતત વરસાદમાં રસ્તા ઉપર પડેલા ખાડા માં ઉમરપાડા કોંગ્રેસના હોદ્દેદારો વૃક્ષા રોપી ખાડાઓની પુંજા કરી રસ્તા ના કામ માં થયેલ ભ્રષ્ટાચાર નો વિરોધ કર્યો હતો. વરસાદને કારણે રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ચૂક્યા છે. રસ્તાઓની કામગીરી માં માર્ગ અને મકાન તેમજ શાસક પક્ષની ભ્રષ્ટાચાર નીતિને વરસાદે ખુલ્લી કરી હોવાનો આક્ષેપ ઉમરપાડા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે, શાસકો અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ તેમજ કોન્ટ્રાક્ટરોએ જે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો છે, જે ઉઘાડો પાડયો છે. સામાન્ય જનતા ચોમાસાના સમય દરમ્યાન રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો શોધો તે સમજી શકતી નથી . છેલ્લા ચાર વર્ષથી આવી જ હાલત ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની થઈ રહી છે .તથા શાસકો આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તંત્ર જાગૃત થાય તે માટે રસ્તા ઉપર વૃક્ષારોપણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. ભષ્ટાચાર ખુલ્લા પડી જવાની શાસકોને પણ ભય રહેલો છે. આ પ્રસંગે હરીશ વસાવા એ આવા હલકી કક્ષાના રસ્તાઓ બનાવીને જે કોન્ટ્રાક્ટરે પેમેન્ટ લીધું છે, એમની તપાસ કરીને એમને બ્લેકલિસ્ટ માં નાખી એમની પાસે તાત્કાલિક રસ્તાઓનું રીકાર્પેટિંગ કરાવી કામ કરવું જોઈએ, તથા જે પણ આ રસ્તાઓ ની બાબત માં અકસ્માત થાય તો એવા કોન્ટ્રાક્ટરની વિરોધમા પોલીસ કેસ પણ થવું જોઈએ. આ પ્રસંગે અગ્રણી હરીશ વસાવા, અજીત વસાવા,નટુભાઇ વસાવા, રામસિહ વસાવા તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખુલ્લો જંગ છેડયો છે .અને આવનાર દિવસોમાં આ રસ્તાઓનું રીપેરીંગ ના થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ એમની તૈયારી છે.