
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
જેસીઆઈ વાંસદા રોયલ દ્ધારા શ્રીમદ્ ભાગવત કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા નીકળી:
વાંસદા: જેસીઆઈ વાંસદા રોયલ દ્ધારા અનાથ વિદ્યાર્થીના લાભાર્થે શ્રી જલારામ હોલ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું 7 દિવસ સુધી બપોરે સમય 2 થી 5 કલાક દરમિયાન ચાલનાર કથા ના આયોજન મા કથાકાર ભાગવતાચાર્ય શ્રી નિલેશભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવશે.
કથાના પ્રથમ દિવસે સોમવારે મુખ્ય યજમાન અશ્વિનભાઈ પંચાલના નિવાસ સ્થાન (જુના દરબાર) થી પોથીયાત્રા નીકળી કથા સ્થળ જલારામ હોલ સુધી પહોંચી હતી.
વાંસદા નગરજનો એ ઉત્સાહભેર લાભ લીધો હતો. કથાકાર ભાગવતાચાર્ય શ્રી નિલેશભાઈ શાસ્ત્રી દ્વારા ભાગવત કથાનું મહત્વ ધર્મ પ્રેમી જનતા ને સમજાવ્યું હતું.
આયોજીત કથા ના મુખ્ય મહેમાન શ્રી દિનેશભાઈ બલ્લર હાજર રહયા હતા.
શ્રી જયદિપભાઈ અટોદરીયા, શ્રી પ્રદ્યુમનસિંહ સોલંકી, શ્રી રસિક ભાઈ સુરતી, શ્રીમતિ હેમાબેન શર્માનું જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
અને જેસીઆઇ વાંસદા રોયલના ૨૦૨૩ ના પ્રમુખ જેસી મિતુલ ભાવસારએ કથાકાર નિલેશભાઈ નું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.
ધર્મપ્રીય જનતાએ મોટી સંખ્યા માં હાજર રહી કથા પ્રવચન તથા પોથી યાત્રા નો લાભ લીધો હતો.