
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાના એક ગામે થી સગીર વયની એક દીકરીનું અપહરણ કરતા ઈસમ સામે ફરિયાદ નોંધાઈ;
તારીખ ૦૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ ડેડીયાપાડા વિસ્તારની એક વિધવા મહિલા ની ફરીયાદ મુજબ શાંતીલાલ મૂળજીભાઇ વસાવા રહેવાસી, સામરપાડા ( થાપાવી ) જેઓ ફરીયાદી બેન ની સગીર વયની દીકરી ઉંમર વર્ષ ૧૪ ધોરણ-૦૮ પાસ નાઓ ને આ ઇસમે લલચાવી ફોસલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી કુનબાર ગામ ખાતેથી અપહરણ કરી બનનાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ આરોપીએ અવાર નવાર બળજબરીથી બળાત્કાર કરી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.