શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાની એ.એન.બારોટ વિદ્યાલય ખાતે લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ;
પ્રાંત અધિકારીશ્રી ડેડીયાપાડા ના માર્ગદર્શન અને સુચના મુજબ તથા શાળાના આચાર્ય વાય.પી. ભલાણીના માર્ગદર્શન હેઠળ શ્રી એ.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના સ્ટાફ દ્વારા પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર ની ભૂમિકા ભજવી કુલ આઠ બુથમાં 1155 જેટલા વિદ્યાર્થીઓએ મતદાતાઓ તરીકે મતદાન કર્યું હતું.
શાળાના શિક્ષક વસાવા મુકેશભાઈ અને વસાવા નિલેશભાઈ દ્વારા સમગ્ર ચૂંટણીનું સંચાલન કરવામાં આવ્યું હતું.
શાળામાં જી.એસ અને એલ.આર એમ બે ઉમેદવારો માટે મતદાન થયેલ જેમાં એલ.આર માટે 80% અને જી.એસ માટે 71% જેટલું મતદાન નોંધાયેલ વિજેતા ઉમેદવાર જી એસ તરીકે વસાવા રિન્કેશ જીતેશભાઇ અને એલ.આર તરીકે વસાવા જયાબેન ઉદેસીંગભાઈ રહયાં હતા. અને આ મતદાન સંપૂર્ણ રીતે સામાન્ય ચૂંટણીમાં યોજાતા મતદાનની જેમ જ કરવામાં આવેલ જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન માટે મોબાઈલની એપનો ઉપયોગ થયો હતો અને વિદ્યાર્થીઓએ શિસ્ત બદ્ધ રીતે મતદાન કર્યું હતું.
શાળાના આચાર્ય દ્વારા જી.એસ અને એલ.આરની વિજેતા તરીકે ઘોષણા કરી હતી અને સૌનો આભાર માની કાર્યક્રમ પૂરો જાહેર કર્યો હતો.