
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ વન વિભાગની વઘઇ તથા ચીંચીનાગાવઠા રેન્જના ૫૦૮ લાભાર્થીઓને ₹ ૨૩ લાખથી વધુના સાધન સહાયનુ વિતરણ કરાયુ :
ડાંગ, આહવા: દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની વઘઇ તથા ચીંચીનાગાવઠા રેન્જના જુદા જુદા ત્રણ ગામોની વન મંડળીઓના કુલ ૫૦૮ સભાસદોને ₹ ૨૩ લાખ ૧૯ હજાર ૧૮૦ થી વધુની રકમના વિવિધ લાભો એનાયત કરાયા છે.
દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યા તરફથી મળેલી વિગતો અનુસાર, ‘વનલક્ષ્મી યોજના’ અંતર્ગત વઘઇની મંડળીના ૨૦૮ સભાસદોને ₹ ૧૦,૪૧,૧૮૦/- ની કિંમતની પાણીની ટાંકી, ચીંચીનાગાવઠા રેન્જના ચીકાર ગામની મંડળીના ૨૦૦ લાભાર્થીઓને ₹.૫,૫૨,૦૦૦/- ની કિંમતની તાડપત્રી, તથા પીમ્પરીની મંડળીના ૩૦૦ સભાસદોને ₹.૭,૨૬,૦૦૦/- ની કિંમતના વિવિધ સાધન સહાય અર્પણ કરાયા છે.
વઘઇ પાસે આવેલા રાજેન્દ્રપુર ખાતે યોજાયેલા આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અને વન અધિકારીઓએ ઉપસ્થિત રહી, લાભાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.