
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ દરબાર-૨૦૨૬ માટે આહવામાં પુરજોશમાં તૈયારીઓ શરૂ:
જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ:
દિનકર બંગાળ, આહવા: ઐતિહાસિક અને ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ની સવારી આહવાના આંગણે આવી પહોંચી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને ‘ડાંગ દરબાર’ આયોજન અને વ્યવસ્થા સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ, આ ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળાની ગરિમા અનુસાર સૌ અમલીકરણ અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી પૂર્ણ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કલેક્ટરશ્રીએ તા.૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ સુધી આયોજિત ‘ડાંગ દરબાર’ના કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયાસોની હિમાયત કરતાં અમલીકરણ અધિકારીશ્રીઓ સહિત ઉપસ્થિત વાસુર્ણા, લીંગા, અને દહેરના રાજવીઓ સાથે પણ જરૂરી પરામર્શ કરી તેમના ઉપયોગી સૂચનો મેળવ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વાસાવા વસાવા સહિત પ્રયોજના વહીવટદાર શ્રી આનંદ પાટિલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી શિવાજી તબિયાર, સંબંધિત સમિતિઓના નોડલ અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.



