શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ લેવાય છે આવો ડર લોકોમાં ફેલાવી તેવાં ભયનો માહોલ ઉભો કરીને તાવ, શરદી, ખાંસી, ઝાડા ઉલ્ટી જેવા બિમારી વાળા દર્દીઓ બોગસ તબીબો પાસે સારવાર લેવા મજબુર કરાય રહ્યા છે!
તાવ, શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો, ગળાનો દુ:ખાવો જેવા લક્ષણવાળા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનાં બદલે સરકારીમાં કોરોના ટેસ્ટ લેવાય છે તેવા ભયથી બિમાર દર્દી સરકારી હોસ્પિટલથી દુર ભાગી ખાનગી બોગસ/ ઝોલાછાપ તબીબોનાં
કેશ બારીઓ ધમધમી રહી છે,
સરકાર દ્વારા દેશભરમાં કોરોના મહામારીનાં સંકટમાં પડાયેલા સંક્રમિત દર્દીઓ તેમજ વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓનાં કેસ ને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર તેમ જ કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં દરેક રાજ્યો જિલ્લા/તાલુકાઓમાં તથા ગામડાઓમાં ઉપ્લબ્ધ સરકારી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવનાં દદીૅઓ માટે પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે અનેક સુવિધાઓ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ઉપ્લબ્ધ કરી કોરોના પોઝિટિવ દદીૅઓને કોઈ પણ જાતની તકલીફ ઉભી ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ કાળજી લેવાય રહી છે. અને હાલ ડાંગ જિલ્લામાં કોરોના પોઝિટિવ દદીૅઓના કુલ આકડાં 34 થયા છે
ત્યારે જો ડાંગ જિલ્લામાં શરદી, ખાંસી, ગળામાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો જેવા લક્ષણોથી પીડાતા દદીૅઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા નહીં જાય તો કેવી રીતે કોરોનાનાં બિમારીથી બચી શકશે.? તેવા સવાલ ઉભા થવા પામ્યા છે. સરકાર દેશમાં વસતા દરેક પ્રજાની ચિંતા કરી વહેલી તકે કોરોનાનાં મહામારી સંકટમાંથી પ્રજા સ્વચ્છ બને તેમનુ આરોગ્ય સારૂ અને તંદુરસ્ત બની રહે તે માટે પુરતુ ધ્યાન આપી રહી છે ત્યારે પ્રજા પોતે જ પોતાના શરીરની કેર લેવા માંગતુ ના હોય તેવુ જળાઇ રહ્યુ છે. તથા મહત્વની વાત કરી એ તો ડાંગ જિલ્લામાં વસી ગયેલા બોગસ ઝોલાછાપ ડૉક્ટરો પીપલદહાડ , કાલીબેલ, સુબિર ,પીપલાઇદેવી જામલા પાડા ,ગલકુંડ ,લવચાલી ગારખડી, કેળ જેવા ડાંગ જિલ્લાનાં ગામોમાં ઝોલાછાપ પોતાના ખાનગી દવાખાનાં ખોલી ગરીબ આદિવાસી પ્રજાનાં સ્વાસ્થ્ય સાથે વર્ષોથી અખતરા કરી ચેડાં કરી રહ્યા છે, ત્યારે તેવા ઝોલાછાપ ડોકટરો ને ડાંગ આરોગ્ય વિભાગનો કોઈ પણ જાતનો ડર રહ્યો નથી? કે પછી આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ (ડી.એચ.ઓ.ડાંગ) ડો. ગામિત અને ડો. દિલીપ શમૉ(ટી.એચ.ઓ.) નાં મેળાપીપણામાં ચાલી રહ્યું છે એવું લોક મુખે ચર્ચા ચાલી રહી છે, માટે તાત્કાલિક ધોરણે ડાંગ જિલ્લા તંત્ર જાગે અને આવા બોગસ, વગર ડીગ્રીનાં ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેઓને તેમના ડીગ્રીનું ભાન કરાવી તેમના વતનમાં કલકત્તા, બંગાળ, બિહાર ભગાડી મૂકવામાં આવે તો ડાંગ જિલ્લામાં આદિવાસી પ્રજાનાં સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં ને અટકાવી શકાય તેમ છે.
જો બોગસ ડૉક્ટરો ને ડાંગમાંથી ભગાડવામાં નહીં આવે તો શરદી, ખાંસી, તાવ, માથાનો દુઃખાવો અને ગળાના દુ:ખાવો જેવા લક્ષણોવાળા દર્દીઓનો ઘસારો તેમનાં દરવાજે દરરોજ જોવા મળશે માટે વહેલી તકે ઝોલાછાપ ડૉક્ટરો સામે કાર્યવાહી હાથ ધરાય તો ડાંગની જનતાંને સરકારી હોસ્પિટલનો લાભ મળી રહે અને કોરોના જેવા મહામારીનાં સંકટના બિમારીથી સંક્રમિત થતાં હોય તેવા લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર મળવાથી વહેલી તકે બિમારીનું નિદાન થાય અને ડાંગ નાં માણસો કોઈપણ બિમારીથી વહેલી તકે સાજા થાય માટે ઝોલાછાપ ડૉક્ટરો ને ભગાડવા જરૂરી બન્યું છે,
આ બાબતે ડાંગ જિલ્લાનાં આરોગ્ય અધિકારી ડો. શંજય શાહને ડાંગ મીડિયા દ્વારા રૂબરૂમાં પુછતા તેમણે ઝોલાછાપ ડોક્ટરોનો બચાવ કરવાની કોશિશ કરી હતી અને જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કોણ બોગસ ઝોલાછાપ ડૉક્ટર છે? અને કયા વિસ્તારમાં પ્રેકટીશ કરે છે? તેની ડીગ્રી શું તમે જોઈ છે તેવા જવાબ મીડિયાને આપ્યો હતો જો કે આ તમામ બાબતે ઝોલાછાપ ડૉક્ટરો ડાંગ જિલ્લાના કયા ગામમાં બેસી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે તેવા ડોક્ટર સામે કાયદેસર તપાસ કરવાની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારીની હોય છે પરંતુ ડો.શંજશ શાહ ડાંગ જિલ્લાના ગામડાઓમાં વસી ગયેલા 20 જેટલા ઝોલાછાપ ડૉક્ટરો નો બચાવ કરી અને તમામ માહિતીથી અજાણ બનવાનો ઢોંગ કરી રહ્યા છે અને ડો. શંજય શાહ ની સાઈડ આવક ઉભી થઈ રહી છે તથા તેમની આવક છીનવાઈ નહીં તેથી તેઓ સમગ્ર માહિતીથી પોતાને અજાણ જણાવીને રહયા છે અને આવા ઝોલાછાપ ડૉક્ટરો મારા ધ્યાને આવશે ત્યારે જોઈશું તેવો જવાબ મીડિયાને આપી રહયા છે