
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામા 34.98 કરોડના વિકાસકીય કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ;
ડાંગ, આહવા: “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામા કુલ 34.98 કરોડના વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, વિકાસની ધુરા સંભાળનાર માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની, અને વિકાસની દિર્ધદ્રસ્ટીના કારણે દેશ હરણફાળ ભરી રહ્યો છે. રાજ્યની ડબલ એન્જિન સરકાર જન-જન સુધી પહોચી છે. રસ્તા, પાણી, વિજળી, શિક્ષણ બાબતે કટીબ્ધ્ધ આ સરકારે છેક છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોંચાડ્યા છે.
ધારાસભ્યશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે, ડાંગ જેવા દુર્ગમ પહાડી વિસ્તારની વિકાસ ગાથાઓ ગાઈ શકાય એવા દાખલાઓ આ સરકારે બેસાડ્યા છે. ગામના રસ્તાઓ, ગામના વિકાસકીય કામો, ગ્રામ્ય વિસ્તારમા ખેતી ક્ષેત્રમા આજે ખેડુતો પ્રગતી કરતા થયા છે. શિક્ષણ શ્રેત્રમા ડાંગ જિલ્લાનુ પરિણામ રાજ્યમા ઉંચુ આવ્યુ છે. ગરીબ બાળકો શિક્ષણથી વંચીતના રહે તેમજ તેઓને ઉત્તમ ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે આ સરકારે આદિજાતી તેમજ એકલવ્ય શાળાઓ શરૂ કરી છે. આ ઉપરાંત રમત શ્રેત્રમા સરીતા ગાયકવાડે ડાંગ અને ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. તાજેતર જ કર્ણાટકના બેગલોરમા યોજાયેલ ઓપન એથલેટીક મિટ 10000 મીટર દોડમા ડાંગના મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત નામ રોશન કરેલ છે. જે ડાંગ માટે ખુબ જ ગૌરવ ની વાત છે, તેમ શ્રી પટેલે જણાવ્યુ હતુ.
ગત રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રૂ. 1669 કરોડના ખર્ચે સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 10 મિટર પહોળા રસ્તાનુ ખાતમુહર્ત કરવામા આવ્યુ છે. જેમા કોઈ પણ ખેડૂતની જમીન જવાની નથી, માટે ભ્રામક લોકોથી સાવચેત રહેવા પણ ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતુ.
જન-જન સુધી સરકારી લાભો મળી રહે તે માટે ડાંગ જિલ્લામા 34.98 કરોડના ખર્ચે ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યો કરાયા છે. જેમા આયોજન પ્રમાણે સામાન્ય વહિવટ વિભાગના 269 કામો કુલ 10.3 કરોડનુ ખાત મુર્હત, અને 14 કામો કુલ 0.545 કરોડ રૂપિયાનુ લોકાર્પણ. જિલ્લા પંચાયત 15મુ નાણાપંચ અતર્ગત પંચાયત વિભાગના કુલ 10 કામો 0.30 કરોડનુ ખાતમુર્હત તેમજ 8 કામો કુલ 0.228 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામા આવ્યુ છે.
નેશનલ હાઇ વે 1 રોડ જે 4.7 કરોડના ખર્ચે ખાતમુર્હત કરાયુ છે. જ્યારે માર્ગ અને મકાન પંચાયત વિભાગના 12 કામો જે કુલ 13.87 કરોડના ખર્ચે ખાતમુર્હત કરવામા આવેલ છે. ગ્રામ વિકાસ એજન્સીના 14 કામો 1.22 કરોડના ખર્ચે ખાતમુર્હત તેમજ 18 કામો કુલ 2.93 કરોડના ખર્ચે લોકાર્પણ થયા છે તેમ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ.
પ્રજા સુધી વિકાસકીય કામો પહોચાડતી અને 20 વર્ષથી પ્રજાનો વિશ્વાસ જાળવી રાખનાર સરકાર દ્વારા ડાંગ જિલ્લામા કુલ 306 કામોનુ ખાતમુર્હત અને 40 કામોના લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડબલ એન્જીન સરકાર પ્રજાહિત કલ્યાણકારી યોજનાઓ લાવી રહી છે. જન્મથી મૃત્યુ સુધીની તમામ યોજનાઓ આ સરકાર આપી રહી છે. સરકારે વ્યક્તિગત લાભો આપી લોકોને સન્માન આપ્યુ, ઘરઘર ગેસ કનેકશન, સૌચાલયની સુવિધા, આવાસની સુવિધાઓ આપી. વધુમા ખેતી ક્ષેત્રે પણ ખેડૂતોને પગભર કરવા જિલ્લામા 1500 થી વધારે કુવાઓ આપ્યા છે. ડેરી ઉધોગ ક્ષેત્રેમા રોજગારી મેળવે તે માટે મહિલાઓ પશુપાલનનો લાભ આપવામા આવ્યા છે.
આહવા ખાતે યોજાયેલ કાર્યક્રમમા કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર શ્રી પી.એ. ગાવિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, શિક્ષણ અધિકારી શ્રી એમ. સી. ભુસારા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેન ચૌધરી સહિત અન્ય અધિકારીઓ અને પદાધીકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.