શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના ગુ.મા. અને ઉ.મા. શિ.બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-ર૦૨૩મા આયોજિત ઘો-૧૨નુ પરીણામ જાહેર :
ડાંગ જિલ્લા એચ.એસ.સી બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૮૨.૧૩ ટકા જાહેર ;
આહવા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૩મા લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (એચ.એસ.સી) પરીક્ષાનુ પરિણામ બોર્ડનું ૭૩.૨૭ ટકા આવેલ છે.
જેમા ડાંગ જિલ્લામા ચાર કેન્દ્રો ખાતે કુલ ૨૨૧૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાથી ૧૮૧૬ વિદ્યાર્થીઓ પાસ થતા ડાંગ જિલ્લાનું પરિણામ ૮૨.૧૩ ટકા મેળવી સમગ્ર રાજયમા ૦૪(ચોથો) ક્રમ મેળવેલ છે.
(૧) આહવા-૦૮૦૧ કેન્દ્ર ખાતે ૭૩૪ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૫૯૬ પાસ થતા ૮૧.૨૦ ટકા પરિણામ આવેલ છે. (ર) સાપુતારા-૦૮૦૨ કેન્દ્ર ખાતે ૪૩૭ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૩૯૦ પાસ થતા ૮૯.૨૪ ટકા પરિણામ આવેલ છે. (૩) વધઈ -૦૮૦૩ કેન્દ્ર ખાતે ૭૫૩ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી ૫૬૯ પાસ થતા ૭૫.૫૬ ટકા પરિણામ આવેલ છે. (૪) સુબીર-૦૮૦૪ કેન્દ્ર ખાતે ૨૮૭ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાથી ૨૬૧ પાસ થતા ૯૦.૯૪ ટકા પરિણામ આવેલ છે.
ડાંગ જિલ્લામા પાંચ શાળઆઓએ ૧૦૦ ટકા પરીણામ મેળવે છે. ૧.એકલવ્ય મોડેલ રે.સ્કૂલ, આહવા ૨. એકલવ્ય મોડેલ રે.સ્કૂલ, સાપુતારા ૩.માધ્યમિક શાળા રંભાસ. ૪. કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારા ૫. અંધજન માધ્યમિક શાળા શિવારીમાળ.
વધુમાં બોર્ડની પરીક્ષાનાં થોડા દિવસ અગાઉ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગાઢવી ધો-૧૨માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને બાઈક અકસ્માત થયેલ હતો. જેમના માટે માન.અધ્યક્ષશ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તથા પરીક્ષા નિયામકશ્રી ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ), અને જિલ્લા વહીવટી તંત્રે લહયા સહિત વિશેષ બેઠક વ્યવસ્થાની મંજુરી આપી સંવેદનશીલ અભિગમ દર્શાવ્યો હતો. આ બન્ને વિદ્યાર્થીઓ (૧) બાગુલ રોહિતભાઈ શિવરામભાઈ ૬૨.૦૦ % (ર) સાહરે મયંકભાઈ કમલેશભાઈને ૬૪.૮૬% મેળવેલ છે.
ધો-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરીણામ બદલ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી વિજયભાઇ દેશમુખ દ્વારા વિધ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.