
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર પ્રદીપ ગાંગુર્ડે
ડાંગ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાઈ:
સાપુતારા: રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે લોકો પણ આ ઝુંબેશમાં જોડાઈને ઘરેઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાવામાં આવી હતી. વઘઈ આદર્શ નિવાસી શાળા, સાપુતારા આદર્શ નિવાસી શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિંગાણા તેમજ જિલ્લાની અન્ય આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓ, વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા સ્વચ્છતાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસર, ક્લાસરૂમ તેમજ હોસ્ટેલમાં સ્વચ્છતાનો મંત્ર ચરિતાર્થ કર્યો હતો.