
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ, રામુ માહલા
ડાંગ જીલ્લામાં સવારે ૮ વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના ૬ માર્ગો યાતાયાત માટે બંધ કરાયા : રાહદારીઓને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરાય:
આહવા: તા: ૨૧:: ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૫૩.૬૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જેને પગલે જિલ્લાના ૬ જેટલા નીચાણવાળા કોઝ વે તથા માર્ગો ઉપર નદીનાળાના વરસાદી પાણી ફરી વળતા આ માર્ગોને જિલ્લા પ્રશાસન દ્વારા યાતાયાત માટે બંધ કરાયા છે, જેની સામે રાહદારીઓ અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે.
જિલ્લા ફ્લડ કન્ટ્રોલ કક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર આહવા તાલુકામા આજે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન ૫૫ મી.મી. વરસાદ નોંધાતા અહીં મોસમનો કુલ વરસાદ ૧૧૫૯ મી.મી. થયો છે. તો વઘઇ ખાતે ૭૬ મી.મી. સાથે કુલ ૧૪૨૪, અને સુબિર તાલુકામાં ૩૦ મી.મી. સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૯૨ મી.મી. નોંધાવા પામ્યો છે. આમ, ડાંગ જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૫૩.૬૬ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
વરસાદને કારણે જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમાં વઘઇ તાલુકામાં (૧) નાનાપાડા-કુમારબંધ રોડ, (૨) સુપદહાડ-સૂર્યાબરડા રોડ, (૩) કુડકસ-કોશીમપાતળ રોડ, (૪) ખાતળ ફાટક થી ઘોડી રોડ, અને (૫) ઢાઢરા વી.એ. રોડ તથા
આહવા તાલુકામાં (૧) સતી-વાંગણ-કુતરનાચીયા રોડ બંધ થવા પામ્યા છે.