મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ મતદાર જાગૃતિ અભિયાન બાબતે તંત્ર સજ્જ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે તંત્ર સજ્જ:

ગ્રામ પંચાયત ચૂંટણીમા તમામ મતદારો ૧૦૦% મતદાન કરે એવા પ્રયાસોના ભાગરૂપે ડાંગ જીલ્લાનું તંત્ર કાર્યરત: 

 

આહવા: ડાંગ જિલ્લામા તા.૧૯/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ કુલ ૩૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમા તમામ મતદારો ૧૦૦% મતદાન કરે એવા પ્રયાસોના ભાગરૂપે કલેકટર-અને-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી-અને-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ સંદર્ભે, ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજો તથા આઇ.ટી.આઇ. કક્ષાએ રંગોળી, રેલીઓ, ચિત્ર સ્પર્ધા, નાટકો, સહિ ઝુંબેશ જેવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.

 

 

“સુરક્ષિત મતદાર, સુદ્રઢ લોકતંત્ર, કોઇ પણ મતદાર રહી ન જાય” એ વાક્યને ચરિતાર્થ કરવાના હેતુથી તાજેતરમા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ ખાતે ELC કલબ ધરાવતી શાળાઓના આચાર્ય સાથે ચૂંટણી વિષયક વિવિધ કાર્યક્રમોના આયોજન માટેનુ વ્યવસ્થા તંત્ર ઘડી કાઢવામા આવ્યુ હતુ.

જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી શ્રી એમ.સી.ભુસારા દ્વારા ડાંગ જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા માટે “મતદાન કરવુ એ આપણી સામાજિક જવાબદારી છે. જેથી કોઇ પણ મતદાર રહી ન જાય તે માટે અપીલ કરવા સાથે WhatsApp, Telegram તથા You tube, Facebook અને Twitter જેવા વિવિધ સોશ્યલ મીડિયાના માધ્યમો દ્વારા, મતદારોને મતદાન કરવા માટે અનુરોધ કરાઇ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है