
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાનાં નવાગામનાં રહેવાસીઓ દ્વારા જમીન માંગણી અંગે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાનાં સાપુતારા નજીક આવેલ નવાગામ વાસીઓ દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે આજરોજ કલેક્ટર ને આવેદનપત્ર આપી જમીન પટ્ટા હક્કની માંગણી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારા નજીકના નવાગામ ખાતે વસવાટ કરી ધંધો રોજગાર મેળવનાર લોકો દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે કલેક્ટર ને આવેદન આપ્યું હતું. થોડાં દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા નવાગામ વાસીઓને જમીન હક્ક પત્રક આપ્યાં હતાં. જેમાં 16 પરિવારના લોકો જમીન હક્કથી વંચિત રહી જતાં તેઓએ જમીન પ્લોટ હક માટે માંગણી કરી છે. આવેદન માં જણાવ્યા અનુસાર 12/02/2022 નાં રોજ નવાગામ વાસીઓને જમીન હક્ક પત્રક આપ્યાં હતાં પરંતુ 16 જેટલાં લોકો જેઓ અન્ય જિલ્લા રાજ્ય માંથી નવાગામ ખાતે વસવાટ કરતાં હોવાથી તેઓને જમીન હક્ક આપવામાં આવ્યાં નથી તેઓના જણાવ્યા અનુસાર માપણી વખતે તેઓના પ્લોટ ની પણ માપણી કરવામાં આવતી હતી. તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેઓ હાલ જમીન ની માંગણી કરી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી તેઓના નવાગામ ખાતે વસવાટ કરી રહ્યા છે. અન્ય લોકોને 99 વર્ષના ભાડાપેટે રૂપિયા 1 નાં ટોકનથી પ્લોટ ફાળવણી કરવામાં આવી છે તો તેઓની માંગ છે કે તેઓને પણ જમીન ફાળવણી માટે પ્લોટ આપવામાં આવે.