
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ૨૩૯૬ ખેડૂતના બેંક ખાતામાં રૂ. ૭ કરોડ જમા કરી દેવામાં આવ્યા :
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ઓક્ટોબર-૨૦૨૫ના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી પાક નુકસાનીના પગલે સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાનાં ખેડુતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ મંગાવાઇ હતી.
તારીખ ૫ ડિસેમ્બર ની સ્થિતિએ જિલ્લામાં ૧૦૪૭૯ અરજીઓ પૈકી મોટા ભાગની અરજીઓ મંજુર થઇ છે અને હાલમાં સહાય ચુકવણી થઇ રહી છે. જેમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની ટીમ અત્યાર સુધીમાં ૨૩૯૬ ખેડૂતોના ખેડૂતના બેંક ખાતામાં રૂ. ૭ કરોડ રૂપિયાની સહાય ચૂકવણી કરવામાં આવી છે. અને બાકી રહેલ ખેડૂત લાભાર્થીઓને પણ અગામી દિવસોમાં નુકશાન થયેલ પાક માટે ક્રમશ: સહાય ચૂકવણી કરવામાં આવશે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.



