
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આમોદ પોલીસ:
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી પિયુષ પટેલ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી – જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ જંબુસર વિભાગ, જંબુસરનાઓની માર્ગદર્શન મુજબ ડિ.એ.ક્રિશ્ચિયન પો.સબ.ઈન્સ આમોદ પોલીસ સ્ટેશન નાઓની બાતમી આધારે સમની ગામની સીમમાં બાવળીયાવાળી ખુલ્લી જગ્યામાં જુગાર અંગેની રેઇડ કરતા આરોપીઓ કુલ -૦૭ તથા રોકડા રૂપિયા ૧૦,૧૨૦/- તેમજ મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ ૧૫,૫૦૦/- તેમજ મો.સા.નંગ-૦૪ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/- તેમજ જુગારના સાધનો મળી કુલ કિ.રૂ. ૧,૪૦,૬૨૦/- રૂપિયા સાથે પકડાઇ જતા તમામ આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા કલમ – ૧૨(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમો:
(૧) રાજુભાઇ રમણભાઇ વસાવા (૨) રવિચંદ્રભાઇ ગોવિંદભાઇ વસાવા (૩) વિજયભાઇ મેલાભાઇ વસાવા (૪) બુધાભાઇ ઇશ્વરભાઇ ઑડ તમામ રહે- કારેલા ગામ, તા.જી.ભરૂચ (૫) લક્ષ્મણભાઇ મથુરભાઇ વસાવા રહે-કેલોદ તા.જી.ભરૂચ (૬) દશરથભાઇ કાલીદાસ વસાવા (૭) કનુભાઇ ચંદુભાઇ વસાવા રહે-સમની તા. આમોદ જી.ભરૂચ
વોન્ટેડ ઇસમ: (૧) જાવેદ બોરડીવાલા ઉર્ફે ધોલીયા રહે-દયાદરા તા.જી.ભરૂચ
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારી: (પો.સ.ઇ.ડિ.,એક્રિશ્ચિયન (૨) A.S.) પ્રતાપભાઇ શનાભાઇ બ.ને ૧૭૮૮ (૩) પો.કો કિરિટસિંહ ચંદ્રસિંહ બ.નં ૪૧૫ (૪) પો.કો મહેન્દ્રસિંહ પરબતસિંહ બ.નં ૫૪૦ (૫) લો.ર.પો.કો પ્રકાશભાઇ વિઠ્ઠલભાઇ બ.નં ૦૧૨૩૭ (૬) પો.કો કેતનભાઇ બાબુભાઇ બ.નં ૧૬૩૫ (૭) પો.કો સુરેશભાઇ ઇશ્વરભાઇ બ.નં ૧૫૩૯.