
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે 4G ટાવર સ્થાપના માટે જમીન ફાળવણીના મુદ્દા અંગેની બેઠક યોજાઈ:
બેઠકમાં દૂરસંચાર વિભાગ ડિરેક્ટર શ્રી અવિનાશ ખત્રીએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિરીક્ષણ અંગેની માહિતી આપી:
સર્જન વસાવા, નર્મદા: ભારત સરકારના દૂર સંચાર વિભાગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ મૂળભૂત ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિરીક્ષણના ભાગરૂપે ગુજરાતના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા નર્મદા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે 4G ટાવર સ્થાપના માટે જમીન ફાળવણીના મુદ્દા અંગેની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં દૂરસંચાર વિભાગ ડિરેક્ટર શ્રી અવિનાશ ખત્રીએ અધિક નિવાસી કલેકટર શ્રી સી.કે.ઉંધાડ અને નાંદોદ પ્રાંત અધિકારીશ્રી કિશનદાન ગઢવી તેમજ જિલ્લાનાં સંબધિત અધિકારીશ્રીઓને ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિરીક્ષણ અંગેની માહિતી આપી હતી ત્યારબાદ નર્મદા જિલ્લામાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ કઈ- કઈ ઉપલબ્ધ કરી શકાય તેની વિસ્તૃતમાં માહિતી મેળવી હતી.
બેઠક દરમિયાન દૂરસંચાર વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી કમલ પંવારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી ટેલિકોમ્યુનિકેશન સેવાના એજન્ડા અંગે વિસ્તૃતમાં સમજણ પુરી પાડી હતી. દૂરસંચાર વિભાગ ડિરેક્ટર શ્રી અવિનાશ ખત્રીએ પણ અછતગ્રસ્ત વિસ્તારોમાં 4G મોબાઇલ કવરેજ પૂરું પાડવા માટેના ભારત સરકારના 4G પ્રોજેક્ટનો અમલ કરવામા નર્મદા જિલ્લામાં મહેસૂલ/વન જમીન પર જમીન ફાળવણી સંબંધિત પડકારો તથા તેના નિવારણ અને આપત્તિ (આપત્તિ વ્યવસ્થાપન)ના પ્રતિભાવમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ જેવા મહત્વના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીશ્રીઓ, JIO, BSNL, Bharat Net વિભાગના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.