
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ભરૂચ, સુનીતા રજવાડી
આજ રોજ એન.ટી.પી.સી. કંપનીમાં નોકરી બાબતે ઝનોર ગામના બેરોજગાર ગ્રામજનોને નોકરીએ લેવા બાબતે આમ આદમી પાર્ટી સાથે ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ: આજ રોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એન. ટી.પી.સી. ઝનોર ગામના ગ્રામજનોને નોકરીએ લેવા બાબતે આમ આદમી પાર્ટી તરફથી જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી ને ભરૂચ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી.મુનાફ ભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ શ્રી.મુન્નાભાઈ દ્વારા કલેકટર શ્રી ને રજૂઆત કરવામાં આવી કે ઝનોર ગામે આવેલ એન.ટી.પી.સી.કંપનીમાં બહાર ના લોકોને જ લેવામાં આવે છે અને ત્યાંના સ્થાનિક યુવાનો ને આ કંપની માં લેવામાં આવતા નથી,જેના કારણે સ્થાનિક ગામ ના માછી સમાજ ,વસાવા સમાજ તેમજ મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજના યુવાનો બેરોજગાર બની રહ્યા છે, જેથી આજ નાં સાંપ્રત સમયે કોરોના જેવી મહામારી માં આ યુવાનોને ખુબજ વિકટ પરિસ્થિતિ નો સામનો કરવાની નોબત આવી પડી છે, ત્યારે આ ગામના લોકોને તાત્કાલિક ધોરણે નોકરી આપવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે, ઉપરોકત અનુસંધાને આજે ભરૂચ જિલ્લા કલેકટર શ્રી.ને ઝનોર ગામ ના આગેવાન તથા આમ આદમી પાર્ટીના આગેવાનો તથા ઝનોર ગામના આમ આદમી પાર્ટીના પ્રમુખ મુનાફ ભાઈ યાકુબ ભાઈ પટેલ, મુન્ના ભાઈ.ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ, કે.પી.શર્મા. પ્રભારી, આમ આદમી પાર્ટી તાપી, નર્મદા, જિલ્લા પ્રમુખ શ્રી.સાદિક ભાઈ લવલી તથા લઘુમતી ઉપપ્રમુખ શ્રી.યાકુબ ભાઈ મુન્શી સાથે અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.