મારું ગામ મારાં ન્યુઝ

જે. કે. પેપર લિમિટેડમાં જુના અને નવા પ્લાન્ટમાં કાયમી અને હંગામી રોજગારી મળવા અંગે આવેદનપત્ર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જે. કે. પેપર લિમિટેડમાં જુના અને નવા પ્લાન્ટમાં કાયમી અને હંગામી રોજગારી મળવા અંગે જીલ્લા કલેકટર સાહેબને  આવેદનપત્ર આપીને અવગત કરવામાં આવ્યા:

સ્થાનિક અસરગ્રસ્ત લોકોને ખોટા વાયદાઓ આપીને કંપનીઓ પગપસેરો કરતી હોય છે, અને આખરે સ્થાનિકો સાથે અન્યાય પૂર્ણ વ્યવહાર કરવાના કિસ્સાઓ ગુજરાત માટે નવા નથી, પરંતુ હવે જાગરૂકતા એટલી વધવા પામી છે કે કંપનીઓ છટકી શકે તે નથી: 

તાપી : સ્થાનિક અસરગ્રસ્ત ગામોનાં લોક પ્રતિનિધિઓ દ્વારા આજે આવેદનપત્ર આપી તંત્ર ને અવગત કરવામાં આવ્યુ હતું કે સદર જે. કે. પેપર લિમિટેડ યુનિટ 1 સીપીએમ ગુણસદા અને ઉકાઈ ગ્રામ પંચાયતનાં હદ વિસ્તારમાં આવેલ ગુજરાતનો મોટોમાં મોટો પેપર બનાવવાનો એકમ કાર્યરત છે.

માનનીય સાહેબ બે વર્ષ અગાઉ નવા પ્લાન્ટ સ્થાપવા માટેની પરવાનગી બાબતની કાર્યવાહી સમયે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સભ્યોશ્રીઓ અને ગામનાં આગેવાનો સાથે બેઠકો કરી પ્લાન્ટ આવવાથી સ્થાનિકોને રોજગાર મળશે એવી બાંહેઘરી સાથે ગુણસદા ગ્રામ પંચાયતનાં ગ્રામજનો અને ઉકાઈ પંચાયતના ગ્રામજનો તથા આજુબાજુનાં કાર્યવિસ્તારનાં ગ્રામજનોની પર્યાવરણ લોક સુનાવણી રાખવામાં આવી હતી. એમા માનનીય કલેકટર સાહેબ અને ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ સમક્ષ વિડિયો રેકોર્ડ સાથે મિટિંગ યોજવામાં આવી હતી, તે દરમ્યાન જે.કે. પેપરનાં મેનેજમેન્ટ ઘ્વારા બાંહેઘરી આપવામાં આવેલ કે ૧૦૦૦ થી ૧૨૦૦ ની સંખ્યામાં કાયમી તથા હંગામી આ પ્લાન્ટમાં પ્લાન્ટ તૈયાર થતા રોજગારી આપવામાં આવશે.

આજે નવો પ્લાન્ટ તૈયાર થઈને ઉત્પાદનની તૈયારીમાં છે ત્યારે નોકરી મળશે એવી આશાઓ ઠગારી નિવડી છે જે.કે.પેપર લિમિટેડનાં જે તે સમયનાં મુખ્ય કર્તાહર્તા વય નિવૃત, રિટાયર્ડ થતાં નવા મુખ્ય મેનેજમેન્ટનાં પદ પર આધિકારીઓ નીમાતા સ્થાનિક સરપંચો કે આગેવાનો કે લોકોને જે બાંહેઘરી આપવામાં આવી હતી તે આજે માનવા તૈયાર નથી તેના કારણે સ્થાનિક ગ્રામ પંચાયતોનાં નવયુવાનોને નોકરીથી વંચિત રાખી “ઘરનો ઘંટી ચાટે અને પારકો આંટો ખાય ” તે દશામાં સ્થાનિકોને રાખવામાં આવ્યા છે. જેના કારણે રોજગાર માટે અહિતહી ભટકવાનો વારો આવ્યો છે, અને સ્થાનિક લોકોમાં અસંતોષ ઉભો થયો છે.

ગુણસદા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચચરબુદા અને નવી ઉંકાઈ તથા સિલેટવેલ ગામ ઉકાઈ ડેમથી અસરગ્રસ્ત ગામો છે જેમના ભોગને કારણે આજે વિશાળ ડેમ બનાવવામાં આવ્યો છે એનુ પાણી જે. કે. પેપર આજે હજારો લીટર પાણી ઔધોગીક ઉત્પાદન પ્રક્રિયા માટે વાપરે છે જેનાથી પાણીની રોયલ્ટી સરકાર માટે ઉભી થાય છે તો શું આ ગામના નવયુવાનોને રોજગારી માટેનો હકક નથી ? ડેમના કારણે પણ ભોગ બનાવવામાં આવ્યા છે અને જે. કે. પેપર લિમિટેડ ઘ્વારા વાયુપ્રદૂષણ અને જળ પ્રદુષણનાં પણ ભોગી બનાવવામાં આવ્યા છે જયારે રોજગાર આપવાની વાત આવે છે તો મા બહારથી આવેલા લોકોને અથવા પરપ્રાંતય લોકોની ભરતી કરવામાં આવે છે. સ્થાનિક આદિવાસી એટલે ગુણસદા, ભીમપુરા, સિલટવેલ, અને અસરગ્રસ્ત ગામો નવી ઉકાઈ, ચચરબુંદા ગામનાં શિક્ષિત બેરોજગારોને પણ અગ્રતાનાં ધોરણે નોકરીમાં રાખવામાં આવેલ નથી જયારે સ્થાનિક યુવાનો આઈ.ટી.આઈ. તેમજ શિક્ષિત ભણેલા હોવા છતા કંપની મેનેજમેન્ટ નોનટેકનીક્લ અને ટેકનીકલ માટે એક જ માપદંડ રાખવામાં આવે છે તેથી પણ અવગણના કરવામાં આવે છે.

કોન્ટેકટર કામદારોની ભરતીમાં પણ સ્થાનિક ગ્રામ પંચાયતોનાં ઉમેદવારોને સ્થાન આપવામાં આવતું નથી અને સ્થાનિક એન્જીનિયરોની પણ ભરતી કરવામાં આવતી નથી તેથી નીચેના મુદ્દાઓની માંગણીઓ સાથે આવેદન પત્ર આપવામાં આવે છે કે,

(1) સ્થાનિક ગ્રામ પંચાયતોનાં ઉમેદવારોને મહત્તમ ટેકનીકલ, નોન ટેકનીકલ સાઈડમાં ભરતી કરવામાં આવે.

(2) સ્થાનિક ગ્રામ પંચાયતોમાંથી એન્જીનિયરોની ભરતી કરવામાં આવે.

(3) કોન્ટ્રેકટર કામદારોની ભરતીમાં પણ સ્થાનિક કામદારોની ભરતીને અગ્રીમતા આપવામાં આવે.

(૪) જળ પાદુષણ અને વાયુ પ્રદૂષણ સદંતર બંધ થવુ જોઈએ

માનનીય સાહેબ ઉપરોકત મુદ્દાઓની સખત નારાજગી ઉભી થઈ છે જેનો ઉકેલ સ્થાનિક સરપંચો કે આગેવાનો સાથે ૧૦ દિવસમાં પરામર્શ કરી સમાઘાન કરવામાં ન આવે તો સ્થાનિક પંચાયતના તમામ લોકો કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે ભેગા થઈને કંપનીનાં ગેટ પર તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે,  તેની સંપૂર્ણ જવાબદારી જે.કે. કંપની મેનેજમેન્ટ અને વહિવટકર્તાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है