શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી જિલ્લા ભાજપ સંગઠન અને જિલ્લા બક્ષીપંચ મોરચા ધ્વારા અભ્યાસ અને નોકરી તથા ચૂંટણીઓમાં 27% અનામતની માંગ કરતુ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું :
આજ રોજ વાંસદા ખાતે ભાજપ પ્રદેશમાંથી અને જિલ્લા ભાજપ સંગઠન અને જિલ્લા બક્ષીપંચ મોરચા ધ્વારા સૂચના મુજબ આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અન્ય પછાત જાતિઓ બક્ષીપંચ ઓબીસી જ્ઞાતિઓના કલ્યાણ માટે તમામ પ્રકાર ના અભ્યાસ નોકરી તથા ચૂંટણીઓમાં 27% અનામત ફાળવી જાહેર અમલ કરવા બાબત ની મામલતદાર કચેરી એ આજરોજ વાંસદા તાલુકા (obc) બક્ષીપંચ મોરચા ઘ્વારા મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં વાંસદા તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ અને મોહિતે સમાજમાંથી આવતા રાજુભાઈ મોહિતે, વાંસદા તાલુકા બક્ષીપંચ મોરચા મહામંત્રી અને પંચાલ સમાજ માંથી આવતા અશ્વિનભાઇ પંચાલ, વાંસદા તાલુકા પ્રમુખ મુકેશભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ શર્મા, સંજયભાઈ બિરારી, જિલ્લા પંચાયત સદસ્ય બાબજુભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને બક્ષીપંચ સમાજમાંથી આવતા રસિકભાઈ ટાંક મોહિતે સમાજમાંથી આવતા અને વાંસદા ગ્રામ પંચાયત સભ્ય હિતેશભાઈ મોહિતે બક્ષીપંચ જ્ઞાતિમાં થી આવતા પંચાલ સમાજ માં થી આવતા અને ગામ ના આગેવાન પાર્ટી ના કાર્યકર નટુભાઈ પંચાલ, આશિષભાઇ પંચાલ, મિતેષ પંચાલ, ધનસુખભાઇ, ગામ ના વકીલ અને ઘાંચી સમાજ માંથી પાર્ટી માજી મહામંત્રી રાજેશભાઈ ગાંધી, જિલ્લા કારોબારી સભ્ય યશપાલ સિંહ સોલંકી, મહિલા મોરચા અને દસોદી સમાજ માં થી મિતાલીબેન દસોદી, ભોઈ સમાજ માંથી સંદીપભાઈ ભોઈ, ઢીમ્મર સમાજ માંથી અંતરિક્ષ કેવટ, અને ખારવા સમાજ માંથી અક્ષયભાઈ ખારવા સહીત અન્ય પાર્ટી ના વરિષ્ઠ કાર્યકરો અને વડીલો સાથે અનેક યુવાનો હાજર રહ્યા હતા.