શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જાયન્ટ્સ ગૃપ ઓફ સાગબારા દ્વારા સિમનીપાદર ગામે ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડાનું કરાયું વિતરણ;
સાગબારા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સિમનીપાદર ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા દ્વારા ગરીબ પરિવારના સભ્યોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા વારતહેવારે શિયાળો, ઉનાળો હોઈ કે પછી ચોમાસુ તાલુકામાં આવેલ જુદા જુદા ગામોમાં વસતા ગરીબ જરૂરીયાત મંદ પરિવારોને કોઈને કોઈ રીતે સહાયનું સેવાભાવી કાર્ય કરતું આવ્યું છે ત્યારે આજે તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સિમની પાદર ગામે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી પૂ.નાના ચુડાસમાજીની જન્મ જયંતિ નિમિતે દર વરસે તારીખ 17 સપ્ટેમ્બર થી તારીખ 23 સપ્ટેમ્બર વચ્ચે ઉજવાતા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જંગલ વિસ્તારના અંતરીયાળ ગામ સિમની પાદર ગામ ખાતે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
જેમા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારાના પ્રમુખ જગદીશભાઈ શાહ, ઉપ પ્રમુખ શંકરભાઈ વસાવા,
ઉપ પ્રમુખ અંબાલાલ પટેલ, શ્રીરામ ભડાને સહિત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી સિમની પાદર ના સરપંચ તથા ગ્રામજનોની હાજરીમા ગામના જરુરીયાત વાળા લગભગ ૧૬૦ લાભાર્થીઓને વિવિધ કપડાંનુ વિતરણ કરવામા આવ્યુ. ગામલોકોએ ખુબ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો, સદર પ્રોજેક્ટ માં જાયન્ટસ ગૃપ ઑફ ભરુચના હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.