
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પ્રાથમિક શાળા નિંઘટ ખાતે આઠમાં તબક્કાનો તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો;
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જે તે દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુસર તા.૧ લી ઓકટોબર,૨૦૨૨ ને શનિવારના રોજ દેડીયાપાડા તાલુકા કક્ષાના આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રી, સ્થાનિક મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સરકારશ્રીના ૧૫ વિભાગોની ૫૬ જેટલી વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ નાગરિકોની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેડીયાપાડા તાલુકામાં નિંઘટ પ્રાથમિક શાળા ખાતે દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી અને મામલતદારશ્રી એસ.વી.વિરોલા અને સંબંધિત વિસ્તારો-ગામોના સરપંચશ્રીઓ, ગામ આગેવાનો, ગ્રામજનો વગેરેની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આઠમાં તબક્કાના યોજાયેલા આ “સેવાસેતૂ” કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, આદિજાતી વિકાસ, આરોગ્ય વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, જી.એસ.આર.ટી.સી, મહેસુલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સહિત કુલ-૧૫ જેટલા વિવિધ વિભાગો દ્વારા આધારકાર્ડ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, ૭-૧૨/૮-અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય જેવી ૫૬ જેટલી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઉભી કરાઇ હતી.