
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર પ્રદીપ ગાંગુર્ડે
આહવા ખાતે ડાંગી આદિવાસી ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ (એફ.પી.ઓ)ની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઇ :
આહવા: ડાંગ સ્વારાજ આશ્રમ ખાતે તા. ૨૦/૯/૨૦૨૩ના રોજ ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક કંપની લિમિટેડ, આહવાની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
ડાંગી આદિવાસી ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડના સેક્રેટરી તેમજ સભાના અધ્યક્ષા શ્રીમતી ગીતાબેન સંદીપભાઈ ગાવિતે કંપનીને આગળ લાવવા માટે પોતાની પ્રોડક્ટ અને નવા આઉટ લેટ ચાલુ કરવા તથા દરેક સભાસદ પોતાની બનાવેલ કંપની પાસેથી દરેક વસ્તુ ખરીદી કરી કંપનીને આગળ વધારવા માટે સહકાર આપે તે માટે મહિલાઓને હાંકલ કરી હતી.
સભાના મુખ્ય મહેમાન વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે કાર્યક્રમ અનુરૂપ મહિલાઓને માર્ગદર્શન આપ્યુ હતુ તેમજ સરકારમા જ્યા પણ સહકારની જરૂર હોય ત્યા સહકાર આપવા જણાવ્યુ હતુ. મહિલાઓ વધુ પ્રગતી કરી નફો મેળવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સભામા ડાંગી આદિવાસી મહિલા ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ, આહવાના બોર્ડ ઓફ ડિરેક્ટરની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી.
વર્ષ 2022-23 માં બે કરોડ થી પણ વધારનો બિઝનેસ કરી સાડા ચાર લાખથી વધુ નફો આ કંપની દ્વારા કરવામાં આવેલ છે. તેમજ આગામી વર્ષ 2023-24 નુ આયોજન વંચાણે લઇ તેને બહાલી આપવામા આવી હતી.
એફ.પી.ઓની પાંચમી વાર્ષિક સાધારણ સભામા કાર્યક્રમના અધ્યાક્ષા સહિત, આ સભામા 830 મહિલા ખેડુતો હાજર રહી હતી.
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, આહવા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દિપકભાઇ પિપંળે, શ્રીમતી નયનાબેન, શ્રીમતી પ્રીતીબેન, આહવા ગ્રામ પંચાયતના સપરંચ શ્રી હરીચંદભાઇ ભોયે, આગાખાન સંસ્થાના સી.ઈ.ઓ શ્રી હસમુખભાઈ પટેલ, પ્રોગામ સુચક શ્રી કિર્તિભાઇ પટેલ, માર્કેટીંગ ઓફિસર શ્રી ભુષણભાઈ તેમજ મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.