
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
જંગલ જમીનની પેન્ડિંગ દાવાઅરજીઓ મંજૂર કરી અધિકાર પત્ર આપવા લોક સંધર્ષ મોર્ચાની માંગ:
તાપી-વ્યારા: એડવોકેટ મનોજ શ્રીમાળી(ગુજ. હાઈકોર્ટ) ની આગેવાનીમાં લોક સંધર્ષ મોર્ચાના આગેવાન અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર તાપી જીલ્લા કલેક્ટર શ્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ મુજબ ૨૦૦૮/૦૯ થી પેન્ડિંગ દાવાઅરજીઓ મંજૂર કરી અધિકાર પત્ર આપવા લોક સંધર્ષ મોર્ચાએ માંગ કરી,
આજ રોજ લોક સંઘર્ષ મોર્ચા દ્વારા વન અધિકાર કાયદાના અમલીકરણ કરી વરસોથી જિલ્લા સ્તરની સમિતિમાં પેન્ડિંગ દાવા અરજીઓ મંજૂર કરવા બાબતે જિલ્લા કલેકટર -તાપીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લીંબી, ખેરવાડા સરજમલી, નિંદવાડા બુધવાડા ,જૂના આમલપાડા, ભટવાડા ના દાવેદારો , નામદાર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ મનોજ શ્રીમાળી અને લોક સંધર્ષ મોર્ચાના આગેવાન અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
ભારત સરકારે આદિવાસીઓના પેઢીદર પેઢી થી થયેલ ઐતિહાસિક અન્યાય ને દૂર કરવા અને આદિવાસી ઓ ને જળ જંગલ જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અને તેના નિયમો ૨૦૦૮ અને સુધારા નિયમ ૨૦૧૨ ધડવામાં આવ્યા છે , તેમ છતા આટલાં વર્ષે પણ આદિવાસી સમાજને પોતાના અધિકાર મેળવવા માટે વારંવાર રજૂઆત કરવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છેકે દાવેદારોએ વન વિસ્તારની જમીન માં બાપદાદાના સમયથી કબજા અને ભોગવટો ધરાવતા હોય જે જંગલ જમીન નિયમિત કરવા માટે દાવા અરજી તેયાર કરી જરૂરી પુરાવાઓ સાથે ગ્રામ સભામાં મંજુર કરી વર્ષ ૨૦૦૯ માં તાલુકા કક્ષા ની વન અધિકાર સમિતિ -સોનગઢ ને જમા કરેલ હતી.
કાયદાના નિયમ -૧૩ માં જણાવેલ તમામ પુરાવાઓ પ્રાંત આધિકારી અને નાયબ કલેકટર શ્રીની કચેરી ,ને જમા કરેલ જેમાં (૧) વડીલોનું નિવેદન (૨) ગ્રામસભામાં મંજુર કરેલ ઠરાવ ( ૩ ) પંચનામું અને રોજકામ (૪)નજીકના ખેતરોમાં ખેતી કરતા સાહેદ/સાક્ષી નો જવાબ (૫) ખેતી અંગેના સ્થળ પરના ભૌતિક પુરાવાઓ તથા અધિકૃત સરકારી દસ્તાવેજો જેવાકે મતદાર ઓળખપત્ર ,રેશનકાર્ડ ,મકાન વેરની પહોંચ ,રહેઠાણનું અંગે નું દાખલો તેમજ જાતિનું પ્રમાણપત્ર વગેરે મૂળ દાવા અરજી સાથે રજુ કરેલ.
વધુમાં અરજદારોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં SPECIAL CIVIL APPLICATION દાખલ કરતાં SCA નં.૨૦૪૭૬ /૨૦૧૭ થી ૨૦૪૮૩ /૨૦૧૭ થી રજૂ કરેલ ઍફિડેવિટ મુજબ અમારી અરજીઓ તાલુકા કક્ષાની વનઅધિકાર સમિતિ -સોનગઢ માં વર્ષ ૨૦૧૯માં ૬૧૭ માંથી ૬૦૦ અરજીઓ મંજૂર હોવા છતાં કયા કારણ થી જિલ્લા કક્ષાની વનઅધિકાર સમિતિ તાપી માં પેન્ડિંગ છે તે અંગેનું કારણ હમો ને કોઇપણ અધિકૃત વ્યક્તિ દ્વારા જાણવા મળેલ નથી અને વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ જંગલ જમીન ધારણ કરતા ખેડુતોના સમાન પુરાવા હોવા છતાં અધિકાર પત્ર આપવામાં આવ્યા નથી જેથી ભારતના બંધારણના મૂળભૂત અધિકારની આર્ટીકલ ૧૪ ´સમાનતાનો અધિકાર’ મુજબ યોગ્ય નિર્ણય લઈ સત્વરે આધરપત્ર આપવામાં આવે તેવી માંગ આવેદન મારફત કરવામાં આવી છે. વધુમાં આપની આ પ્રકારની કામગીરીથી અમો રાજ્ય સરકારના ખેડૂત હિતની વિવિધ યોજનાઓથી વંચિત છીએ જેથી અમોની અરજી પર તત્કાલ સુનાવણી કરી અધિકાર પત્ર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં કૂલ ૭૦ હજાર હેક્ટર વન વિસ્તારને અભિયારણ (WILD LIFE SANCTURIES ) બનાવવા સર્વે નું કામ ચાલુ છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જ તથા માંડવી તાલુકામાં અને તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના તાપ્તી ,વાજપુર ખેરવાડા રેંજ ના જંગલમાં અભિયારણ (WILD LIFE SANCTURIES ) અને ઉકાઈ જળાશય પર ૧૫૦૦ મેગાવોટ પ્રોજેક્ટ સ્થાપવા સર્વે હાથ ધરવામાં આવેલ છે જેથી વ્યક્તિગત/સામુદાયિક(આજીવિકા ) અધિકારને નુકશાન થનાર હોય તેમજ વન અધિકાર અધિનિયમ અને પેસા કાયદા ની વિરુદ્ધ માં હોય જેથી અભિયારણઅને સોલર પ્રોજેક્ટ ન બનાવવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ ની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે તેમજ જંગલ જમીન પર અધિકાર પત્ર અને ૭/૧૨ ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને હાલ માં સરકારશ્રી દ્વ્રારા જે WILD LIFE SANCTURIES અને સોલર પ્રોજેક્ટ અંગે સર્વે કરી રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યા છે જે ને રદ કરવામાં આવે એવી માંગો આવેદન પત્ર આપી ને તંત્ર પાસે કરવામાં આવી છે. હવે આ બાબતે તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યુ.