શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ચીંચલી ગામે રિલાયન્સ જીઓ નેટવર્ક નું ટાવર કાર્યરત થતા ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ડાંગ હવે વિકાસનાં પથ પર: નેટવર્કની સમશ્યા અંગે કેટલાંક અહેવાલો અને ફરિયાદ ઉઠવા પામી હતી, હવે ડાંગ વિશ્વ ફલક સાથે કનેક્ટ થશે…. દરેક માહિતી હવે આંગળીનાં સ્પર્શ સુધી:
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી ના ચીંચલી વિસ્તારોમાં આઝાદી બાદ ઘણી સરકારો બદલાઈ છે ,પરંતુ ભાજપનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર થકી પાયાની સુવિધાઓ પુરી પાડી છે. ચીંચલી વિસ્તારમાં અદ્યતન એકલવ્ય સ્કૂલ, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, વીજળી, પાણી, આરોગ્ય, સુવિધા સભર માર્ગો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાથો સાથ હવે જીઓ નેટવર્ક નો ટાવર ચાલુ કરી ગામડાને ગાંધીનગર સાથે ઓનલાઈન જોડવાનું સપનું સાકાર થતા આ વિસ્તારના ગ્રામજનોએ સરકારની વિકાસનીતિ ને બિરદાવી હતી .
અત્રે ઉલ્લેખનીય છેકે કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારના લોકોને મોબાઈલ નેટવર્કના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવા સંજોગોમાં હવે જીઓ નેટવર્ક ઉપલબ્ધ કરાતા ખેડૂતોને ઓનલાઈન સરકારી ખેતી યોજનાઓ સહિત, વિવિધ વિભાગોની યોજનાનો લાભ મેળવવા સરળતા બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છેકે ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ડાંગ જિલ્લામાં મોબાઈલ નેટવર્ક ન હોવાની સમસ્યા કાર્યકરોએ રજુઆત કરતા માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ આદિજાતિ વિભાગ માંથી અંદાજે 8 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવી હતી, જેમાં હવે મહદઅંશે ટાવરો નું કામ પૂર્ણ કરી દેવાતા ટુક સમયમાં નેટવર્ક શરૂ કરી દેવામાં આવશે એવી વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી જેથી ડાંગ જિલ્લામાં પણ મહામારી કે આધુનિક શિક્ષણ કે અન્ય યોજનાકીય સવલત મેળવવા હવે ઓનલાઈન સેવા ઉપલબ્ધ થતા લોકોમાં ખુશી છવાઈ જવા પામી છે.