શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા – સાગબારા તાલુકાની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરી તા.૨૧ મી ડિસેમ્બરના રોજ નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાશે, સરપંચ અને સભ્યોનું ભાવી મતપેટીમાં બંધ! કાલે જણાશે ગ્રામ પંચાયતના મતદારો નો મુડ..!
નર્મદા જીલ્લામાં ૮૨.૦૫% કુલ મતદાન થયું હતું સમય ૬:૦૦ કલાક સુધીમાં તિલકવાડમાં ૮૫.૮૨ નાંદોદ ૮૫.૫૧ દેડીયાપાડા ૮૪.૮૪ સાગબારા ૨૧.૬ ગરુડેશ્વર ૮૩.૧૧
અત્રે એ ઉલ્લેનીય છે કે, દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડા ની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે ગઇકાલે તા.૧૯ મી ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી તા.૨૧ મી ડિસેમ્બર,૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાશે.