શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર
ગોપાલિયા ફીડરમાં સમાવિષ્ટ ગામોમાં ખેતીવાડીની વીજ લાઈનમાં આપવામાં આવતી વીજળી (પાવર સપ્લાય)ના ધાંધિયા!
8 કલાક મળતી વીજળીને 6 કલાક કર્યા બાદ પણ વિજળીની અનિયમિતતા;
ડેડીયાપાડા તાલુકાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવેલાં ગોપાલિયા ફીડરમાં આવેલા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેતીવાડીની લાઈનમાં અપાતો વીજ પુરવઠો અનિયમિત આવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી ગરમી વધુ પડતા ખેડૂતોનો પાકમાં પાણીની જરૂરિયાત વધુ પડતી હોય છે. ત્યારે અનિયમિત વીજળીના પુરવઠાને કારણે ખેડૂતો હેરાન થઈ ગયા છે. પેહલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી તેની જગ્યાએ 6 કલાક જ વીજળી આપવામાં આવતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 6 કલાક મળતી વિજળીમાં પણ અનિયમિતતા હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડિજીવીસીએલ ની ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર પર ફોન કરતા ત્યાં પણ વ્યવસ્થિત યોગ્ય જવાબ નથી મળતા. ત્યારે ખેડૂતોને યોગ્ય સમયે પૂરતી વીજળી મળી રહે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
ખેતીવાડીની વીજળીની અનિયમિતા બાબતે સબ સ્ટેશન પર ફોન કરતા આગળથી જ વીજપુરવઠો નિયમિત ન આવતો હોવાનું જણાવવામાં આવે છે. 8 કલાક મળતી વીજળી હાલ 6 કલાક કરી નાખી છે અને તે પણ નિયમિત આપવામાં આવતી નથી. ઉનાળો હોવાથી ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. વારંવાર વીજળી આવ જા કરતાં પાણીની મોટરને નુકશાન થાય છે. વીજળી જો સમયસર આપવામાં ન આવે તો આંદોલન કરવાની ફરજ પડશે: ઘનશ્યામભાઈ પટેલ (ખેડૂત. ચીકદા)