શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગુમ થયેલ કુલ-૮ જેટલાં મોબાઇલ મુળ માલીકને પરત અપાવતી સાગબારા પોલીસ;
શ્રી એમ.એસ.ભરાડા સાહેબ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી.હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા,નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમા મોબાઇલ ગુમ થયાની અરજીઓ પર વિશેષ ધ્યાન આપી પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના અને નિર્દેશ આપેલ જે અન્વયે શ્રી.રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવિઝન તથા શ્રી પી.પી.ચૌધરી સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા નાઓના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સાગબારા પો.સ્ટે.ના પો.સ.ઇ. કે.એલ.ગળચર સાહેબ તથા (૧) અ.હે.કો.લાલસીંગભાઇ રાહીયાભાઇ બ.નં.૬૨૩ તથા (૨) પો.કો.ગણપતભાઇ ખાનસીંગભાઇ બ.નં.૦૪પ તથા (૩) પો.કો.પરીમલભાઇ રેવાદાસભાઇ બ.નં.૨૬૮ નાઓએ પો.સ્ટે.મા આવેલ મોબાઇલ ગુમની અરજીઓની ઝીણવટભરી તપાસ કરી ટેકનીકલ સર્વેલન્સના ઉપયોગથી કુલ ૮ વ્યકિતઓના અલગ અલગ જગ્યાએ ગુમ થયેલ મોબાઇલ ફોન જેની કિ.રૂા.૧,૦૬,૦૦૦/- ના શોધી મુળ માલીકને પરત આપેલ છે.