
શ્રોત: વાંસદા પ્રતિનિધિ
વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામમાં આવેલું ગીતા ઇમેજિંગ સેન્ટરમાં અનેકો દર્દીને સોનોગ્રાફી અથવા એક્સ રે કે સીટી સ્કેન કરાવવાં માટે આવતાં હોય છે, ડાંગ વિસ્તાર કે આજુબાજુના વિસ્તારથી વાંસદા તાલુકામાં હાલ આ ગીતા ઇમેજિંગ સેન્ટર પર દર્દીઓ આવતા હોય છે, હાલની પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં જાહેર જનતા જોગ!
ગત દિવસમાં ડાંગમાં બે મહિલાઓને કોરોના પોઝીટીવ નીકળતા તેમની ટ્રાવેલ હિસ્ટ્રીમાં થયો મોટો ખુલસો! ડાંગની એક સગર્ભા મહિલા કોરોના પોઝિટિવ હતી સોનોગ્રાફી કરાવવાની જરૂરત પડતાં આ સગર્ભા યુવતીની સોનોગ્રાફી હનુમાનબારી ગામમાં આવેલું ગીતા ઇમેજિંગ સેન્ટર ખાતે કરાઇ હતી ત્યારબાદ અન્ય ૧૬ સગર્ભા મહિલાની પણ સોનોગ્રાફી કરવામાં આવી હતી
પ્રાપ્ત માહિતી મુજબ ગીતા ઇમેજિંગ સેન્ટરના કર્મચારી કોરોના સંક્રમીત વ્યક્તિનાં સંપર્કમાં આવતાં ગીતા ઇમેજિંગ સેન્ટર સીલ: તંત્રએ લગાવ્યુ ખંભાતી તાળું! અને વાંસદા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઇમેજિંગ સેન્ટરના ડોક્ટર તથાં સ્ટાફ સહીત અન્ય ૧૬ સગર્ભા મહિલાને પણ ૧૪ દિવસ માટે હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે.
પ્રતિનિધિ: અમિત મૈસુરીયા વાંસદા નવસારી,