શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા તાલુકાનાં ગારદા ગામમાં ‘નલ સે જલ યોજના’ અંતર્ગત શુદ્ધ પીવાનાં પાણીની લાઈનની યોજના શોભા ના ગાંઠિયા સમાન બની સરકારના કરોડો રૂપિયાનો વ્યય;
એક વર્ષ થી બનાવેલા નળ માં એક ટીપું પણ પાણી આવ્યું નથી, પાઇપલાઇન જમીન માં દાટવાની જગ્યા એ પાથરવામાં આવી !! ગ્રામજનો મા ભારે રોષ;
નર્મદા જીલ્લા માં સરકારી યોજનાઓ માં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, સરકારી યોજનાઓ માત્ર રૂપિયા નો બગાડ કરી બાબુઓની તિજોરી ભરવાનું માધ્યમ બની હોવાનું લોકમુખે ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના છેવાડાનાં ગામ ગારદા માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી યોજના ને એક વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનો ને એક ટીપું પણ પાણી નસીબ થયુ નથી !!
સરકારી યોજના નાં તમામ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, અને તમામ પાઇપ લાઇન જમીનની નીચે દાટવા ની હોય પણ ઉપર જ દાટીને વેઠ ઉતારવામાં આવી છે, આ લાઈન પર વાહનો જતા તૂટી જાય તેમ છે, અને નળ માં તો હજુ સુધી પાણી જ આવ્યું નથી ! તે પહેલાં નળો તૂટી જવા પામ્યા છે. આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા મુલાકાત લઈ ને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે પાણી ગ્રામજનો ને મળે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી રહી છે. શું આ મામલે તંત્ર ગંભીરતા દાખવી સમસ્યા નુ નિરાકરણ કરી ગ્રામજનો ને પીવાનું પાણી પૂરું પાડવા કમર ક્સસે ખરુ ??