
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા ગારદા ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કરી આન બાન અને શાન સાથે ત્રિરંગો લહેરાવ્યો;
દેશના 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નાં ભાગરૂપે દેડીયાપાડા તાલુકાના પ્રાથમિક શાળા ગારદા ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ માં રાષ્ટ્રભક્તિ નાં અનોખા માહોલ વચ્ચે ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી વસાવા કલ્પનાબેન હર્ષદભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવીને ત્રિરંગા ને સલામી અર્પી હતી.
આ પ્રસંગે પત્રકાર સર્જનભાઈ વસાવા, મંડાળા ગ્રામ પંચાયત સભ્ય અલ્પેશભાઈ વસાવા, મિશનરી દિલીપભાઈ કટારા, આચાર્યશ્રી ચંપકભાઈ વસાવા, મદદનીશ શિક્ષિકા જ્યોત્સનાબેન વસાવા, આગણવાડી વર્કર મનીષાબેન વસાવા, સહિત ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા