શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર
આજરોજ તાપી જિલ્લાનાં ખેરવાડા અને આમલદી ગામમાં કોટવાળીયા અને જરૂરતમંદ પરિવારોમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના લોક ડાઉન સમય થી લઇ આજ દિન સુધી સમાજ સેવાનું અવિરતપણે કામ ‘લોક પરબ’ના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી અને માનવ અધિકાર ટીમ તાપી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વ્યારા: સોનગઢ તાલુકાના ખેરવાડા અને આમલદી ગામમાં કોટવાળીયા અને જરૂરિયાતમંદ પરિવારોને Covid 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ ‘લોક પરબ’ ના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી તા. 24/12/2020 ના રોજ બીજલબેન જગડ, ઘાટકોપર – થાણા, દિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ – મુંબઈ અને મૈશાબેન ગડા દ્વારા ખેરવાડા અને આમલદી ગામમાં કોટવાળીયા અને જરૂરતમંદ 60 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ તાપી જિલ્લાના એક્ઝિક્યુટિવ પ્રેસીડેન્ટ જયસીંગભાઈ વસાવા અને સુખદેવભાઈ વસાવાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સરકાર દ્વારા જાહેર કરેલ સામાજિક દુરી અને સેનિટાઈઝર નો ઉપયોગ કરી ગાઈડલાઈન્સ નું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય આગેવાનો નો સહાય કીટ સ્વીકારનારા લાભાર્થીઓ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.