શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન:
રાજ્યપાલશ્રી ગુજરાતને પ્રાંત અધિકારી મારફત આવેદન પાઠવાયું:
દેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 6 ઓગસ્ટ શુક્રવારના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ આવે જે બાબતે ખાસ રજૂઆતો કરવામાં આવી હતી. ગુજરાત સરકાર ઉજવણીનાં નામે ખોટા તયફા કરે છે, જો સંવેદના બાકી હોય તો ખેડૂતો નાં દેવા માફ કરે… કોંગ્રેસ
ખેડુતોને સમયસર થ્રી ફેજ ની લાઈટ મળતી નથી અને મળે તો સમયસર મળતી નથી જેથી ખેડુતોને ઘણી તકલીફ વેઠવી પડે છે. ખેડુતોને ઋતુ પ્રમાણે શીડ્યુલ કરી આપવામાં આવે,
ખેડુતોને બજારમા પોષણ ભાવ મળતા નથી તો દરેક ખેડુતો પોષણ ભાવ મળી રહે,
નાના તથા સિમાંત ખેડુતોને K.C.C લોન આપવામાં આવેલ છે તે કોરોના કહેર વચ્ચે સત્વરે તમામ દેવુ વ્યાજ સાથે માફ કરવામાં આવે.
દેડીયાપાડા તાલુકાના દરેક ખેડુતોને સિંચાઈનુ પાણી પહોંચતુ નથી,ખેડુતોને બિયારણ તથા દવા અને ખાતર ભાવ અંકુશમાં રહેતા નથી. દરેક ખેડુતોને ખેતરમા ઘર હોય તો તેને જ્યોતિ લાઈન આપો
ગૌચરની ગામડાની જમીન ગાયો માટે રાખવામા આવેલ છે તે જમીન કોઈને પણ આપવી નહી
આ તમામ પ્રશ્નોના તાત્કાલીક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેમ ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘટતી કાર્યવાહી થાય તે બાબતે ડેડીયાપાડા યાહા મોગી ચોકથી વિરોધ પ્રદર્શન કરી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માજી ધારાસભ્ય ડેડીયાપાડા બેઠકના અમરસિંહભાઈ વસાવા , માજી જીલ્લા પ્રમુખ જેરમાબેન વસાવા, ઉપપ્રમુખ APMC ડેડીયાપાડા જાતરભાઈ વસાવા તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.